May 18, 2025
માઉન્ટ આબુ રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન, જે ગુજરાતીઓનું પ્રિય પ્રવાસ સ્થળ છે.
અરવલ્લીની પર્વતમાળામાં વસેલા માઉન્ટ આબુ પર ઉનાળામાં પણ તાપમાન નીચું હોય છે. અહીં માઉન્ટ આબુના 5 હિડેન સ્થળો વિશે જાણકારી આપી છે.
ગુરુ શિખર માઉન્ટ આબુની સૌથી ઉંચી ટોચ છે, જે દરિયાની સપાટીથી 1722 મીટર ઉંચું છે. અહીં ભગવાન દત્તાત્રેયનું મંદિર છે.
નકી તળાવ માઉન્ટ આબુનું ઘરેણું છે. પર્વતો વચ્ચે આવેલું નકી લેકના કિનારે બેસવાની અને બોટિંગ કરવાની પ્રવાસીઓ મજા માણે છે. ખાસ કરીને નકી લેક પર રાત્રીના સમયે માહોલ મજેદાર હોય છે.
માઉન્ટ આબુમાં દેલવાડાથી ગુરુશિખર જતા રસ્તા પર મુખ્ય રોડથી થોડીક દૂર આ સ્થળ કુદરતી સૌંદર્ય અને વન્યજીવો માટે પ્રખ્યાત છે. અહીં તમને મગરમચ્છ નજીકથી જોવાની તક પણ મળે છે.
માઉન્ટ આબુના નકી લેક પાસે 250 પગથિયાં ચઢીને વ્યૂ પોઇન્ટ ટોડ રોક પહોંચી શકાય છે. પથ્થરનો આકાર દેડાક જેવો દેખાય છે. અહીંથી એક રસ્તો પંચ ગુફા જાય છે, જ્યાં સ્વામી વિવેકાનંદે તપસ્યા કરી હતી.
માઉન્ટ આબુના અચલગઢ પર્વત પર પ્રાચીન કિલ્લા પાસે જ એક ગુફા છે જેને ગોપીચંદ ગુફા કહેવાય છે. અહીં મહાકાળી માતાનું પ્રાચીન મંદિર છે. અહીં જ માજા ગોપીચંદે ઘણા વર્ષો તપસ્યા કરી હતી. અહીથી અચલગઢનો સુંદર નજારો જોવા મળે છે.
માઉન્ટ આબુના નકી લેક પાસે પરિક્રમા પથથી શરૂ થતો નેચરલ ટ્રેલ માઉન્ટ આબુના સનસેટ પોઇન્ટ સુધી બનેલો છે. આ નેચરલ ટ્રેલ પર 3 કિમી સુધી પગપાળા ચાલીને માઉન્ટ આબુના કુદરતી સૌંદર્યનો નજારો જોઇ શકાય છે.
માઉન્ટ આબુ ઓછા બજેટમાં હનીમૂન મનાવવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. અહીં એક હનિમૂન પોઇન્ટ પણ છે જ્યાં કપલ્સ એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી શકે છે.