રક્ષાબંધન : બજારમાં મોંઘી મળી રહી છે રાખડી? આ વસ્તુઓથી ઘરે જ બનાવો

Aug 06, 2024, 08:46 PM

રક્ષાબંધન આવી રહી છે અને આ વખતે તમે તમારા ભાઈઓ માટે તમારા હાથેથી રાખડી બનાવી શકો છો.

રાખડી દરેક બહેન પોતાના ભાઈને ખૂબ પ્રેમથી બાંધે છે. તો આ વખતે તમે પ્રેમથી થોડી મહેનત કરીને તમારા ઘરે રાખડી બનાવો. આ માટે તમે આ ચાર વસ્તુઓની મદદ લઈ શકો છો. આવો જાણીએ કેવી રીતે, શું કરવાનું છે.

આ 4 વસ્તુઓની મદદથી ઘરે જ સુંદર રાખડી બનાવી લો

સામગ્રીની વાત કરવામાં આવે તો રંગબેરંગી દોરા, કાર્ડ બોર્ડ, કાતક, સોઇ, મોતી, ગુંદર, રિબન કે દોરી, કલાવા, રુદ્રાક્ષ લેવા છે

રંગીન દોરાથી રાખડી બનાવો

રંગબેરંગી દોરાથી રાખડી બનાવવા માટે દરેક રંગના દોરાને અંગૂઠા અને ટચલી આંગળીની વચ્ચે દબાવી દો. આ પછી તેમની વચ્ચે એક ગાંઠ બાંધી લો.

તે પછી તમારે તેને ગોળ-ગોળ કાપવું પડશે. ત્યારબાદ તમે તેને કાર્ડબોર્ડ પર ચોંટાડો. વચ્ચે-વચ્ચે તમે નાના-નાના મોતીઓ લગાવો. હવે એક રિબન કાપીને ચોટાડી દો. તમારી રાખડી તૈયાર થઇ જશે.

કલાવાના દોરાથી રાખડી બનાવવી

તમે કલાવા સાથે સરળતાથી રાખડી બનાવી શકો છો. તમારે ફક્ત કાલાવાને કાર્ડબોર્ડ પર ચિપકાવીને લપેટવાનું છે. ત્યારબાદ ગોળાકાર ડિઝાઇનમાં કાપો. પછી તમે માત્ર તેની વચ્ચે રુદ્રાક્ષ મુકી દો. આ રીતે તમે સુંદર કલાવાની બનેલી રાખડી બનાવી લેશો.

લાલ-પીળા રિબનની રાખડી બનાવો

તમે તમારા ભાઈ માટે રિબનથી પણ રાખડી બનાવી શકો છો. આ માટે તમારે કરવાનું એ છે કે રિબનને હાથની ઉપર-નીચે બનાવતા લપેટવાનું છે. આ પછી રિબન પર એક નોટ લગાવવાન છે અને પછી ફૂલ બનાવવાનું છે.

આમ કર્યા પછી તમારે તેની પાછળ એક કલાવા ચોંટાડી દેવાનો છે. આ રીતે તમારી રાખડી તૈયાર થઇ જશે.

આ ઉપરાંત મોતીની મદદથી અને માત્ર રુદ્રાક્ષની મદદથી પણ તમે તમારા ભાઈ માટે રાખડી બનાવી શકો છો. તો તમે રાખડી તૈયાર કરવાનું શરૂ કરી દો.