રાણકી વાવ - 1000 વર્ષ જૂની પ્રાચીન વાવ અને તેનો ઇતિહાસ

Jan 24, 2023

Ajay Saroya

રાણકી વાવ ગુજરાતની સૌથી પ્રાચીન અને સુંદર વાવ પૈકીની એક ઐતિહાસિક વાવ છે

પાટણ જિલ્લામાં આવેલી રાણકી વાવનું નિર્માણ 1063માં સોલંકી વંશના રાણી ઉદયમતીએ તેમના પતિ ભીમદેવ પ્રથમની યાદમાં કરાવ્યું હતુ

રાણકી વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણીનો પ્રવાહ ફરી વળતા આ વાવ જમીનમાં દંટાઇ ગઇ હતી

વર્ષ 1980માં ભારતીય પુરાત્વ વિભાગે ઉત્ખન્ન કરતા રાણકી વાવ તેના મૂળ સ્વરૂપમાં મળી આવી હતી

સાત માળ ધરાવતી રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે, તે 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે 

રાણકી વાવના સાત ઝરુખાઓમાં 800થી પણ વધુ સુશોભિત શિલ્પો છે 

રાણકી વાવની અંદર મહિષાસુર મર્દિનીનું સુંદર શિલ્પ

Photo source: Gujarattourism.com

રાણકી વાવ વર્ષ 2014થી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સ્થાન ધરાવે છે