રણથંભોર રાજસ્થાનનું રોમાંચક પ્રવાસ સ્થળ

Feb 03, 2025, 03:40 PM

રાજસ્થાન જોવાલાયક સ્થળ

રાજસ્થાનમાં ફરવા લાયક ઘણા સ્થળો છે. ઉદયપુર, જયપુર, જેસલમેર, ચિતોડગઢ, જોધપુરના મહેલ અને ઐતિહાસિક સ્થાપપત્ય જોઇ પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઇ જાય છે.

રણથંભોર ક્યાં આવેલું છે?

રણથંભોર રાજસ્થાનના સવાઇ માધોપુર જિલ્લાથી 13 કિમી દૂર અરવલ્લીના પર્વતોમાં બનાસ નદી અને ચંબલ નદીથી ઘેરાયેલું છે. અહીં નેશનલ ટાઇગર રિઝર્વ પણ છે જ્યાં વાઘ જોવા મળે છે.

રણથંભોર કિલ્લો

રણથંભોરના કિલ્લો 8મી સદીમાં ચૌહાણ રાજપૂત શાસકોએ બનાવ્યો હોવાનું મનાય છે. ઉંચા પહાડની સદીો ચઢીને કિલ્લા સુધી પહોંચી શકાય છે. રાણી મહેલ, જોગી મહેલ, છત્રી વગેરે જોઇ પ્રવાસીઓ ઇતિહાસમાં સરકી જાય છે.

રણથંભોર નેશનલ પાર્ક

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન વાઘ જોવા માટે પ્રખ્યાત છે. બંધ જીપમાં વાઘ, હરણ, રીંછ સહિત વિવિધ પ્રાણીઓને જોવાની મજા પડે છે. રણથંભોર નેશનલ પાર્ક 400 સ્કવેર કિમી વિસ્તારમાં અને અલગ-અલગ દસ ઝોનમાં ફેલાયેલું છે.

જોગી મહેલ

રણથંભોરનો જોગી મહેલ પદ્મ તળાવના કિનારે આવેલો છે. અગાઉ રેસ્ટહાઉસ તરીકે ઉપયોગ થતો હતો. જોગી મહેલ પાસે એક મોટું વડનું વૃક્ષ છે જે દેશના સૌથી મોટા વડના વૃક્ષોમાંનું એક છે.

રણથંભોર ત્રિનેત્ર ગણેશ મંદિર

રણથંભોરનું ત્રિનેત્ર ગણેશ મંદિર રાજસ્થાનના સૌથી જૂના અને પ્રખ્યાત ગણેશ મંદિર છે. રણથંભોર કિલ્લાની અંદર આવેલા પ્રાચિન ગણેશ મંદિરમાં દેશ દુનિયામાંથી લગ્નની કંકોત્રી આવે છે.

રાજીવ ગાંધી સંગ્રહાલય

રણથંભોરનું રાજીવ ગાંધી સંગ્રહાલય કુદરતી ઇતિહાસનું ભારતનું ચોથું પ્રાદેશિક મ્યુઝિયમ છે. અહીં દુર્લભ છોડ, પ્રાણીઓ અને ભૂસ્તરશાસ્ત્ર ખાસ કરીને રાજસ્થાનની જૈવવિવિધતા, વન અને વન્યજીવનનું પ્રદર્શન જોવાલાયક છે.

સુરવાલ તળાવ

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર સુરવાળ તળાવ સુંદર અને આકર્ષક છે. તળાવની આસપાસનું કુદરતી દ્રશ્ય જોઇ મનને શાંતિ મળે છે. સૂર્યાસ્તનો નજારો જોવા લાયક હોય છે.

કાચીડા વેલી

કાચીડા વેલી રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જંગલોમાં ખુબ અંદર આવેલું છે. લીલાછમ જંગલ અને ખીણ દીપડાના રહેવા માટે અનુકુળ છે. અહીં રીંછ જોવા મળે છે.