Republic Day : પ્રજાસત્તાક દિવસ , ઇતિહાસ અને મહત્વ
ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન ઉજવાય છે.
વર્ષ 1950માં 26 જાન્યુઆરીના રોજ ભારતે સંવિધાન અપનાવ્યું હતું, જેથી આ દિવસે પ્રજાસત્તાક દિવસ ઉજવાય છે.
પ્રજાસત્તાક દિવસ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે અને તે દિવસે શાળા-કોલેજ, સરકારી ઓફિસો સહિત ઘણા સ્થળોએ ધ્વજવંદન કરવામાં આવે છે
ગણતંત્ર દિને દિલ્હીના ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી કર્તવ્ય પથ પર પરેડ યોજાય છે.
ભારતનું બંધારણ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસમાં બનીને તૈયાર થયું હતું અને 26 નવેમ્બર 1949ના રોજ દેશની બંધારણ સભાએ તેનો સ્વીકાર કર્યો હતો
પ્રજાસત્તાક દિવસ માટે 26 જાન્યુઆરીનું મહત્વ એ છે કે, 1930માં આજ જ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતની સંપૂર્ણ સ્વતંત્રતા માટેની ઘોષણા જાહેર કરી હતી.
ડો. બાબાસાહેબ આંબેડકરને ભારતના બંધારણના ઘડવૈયા કહેવાય છે, કારણ કે તેમણે બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો.
અનેક સુધારા અને ફેરફારો પછી સમિતિના 308 સભ્યોએ હસ્તલિખિત કાયદાની બે નકલો પર 24 જાન્યુઆરી 1950ના રોજ હસ્તાક્ષર કર્યા હતા
ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે.