ઉત્તરાખંડમાં પવિત્ર ગંગા નદીના કિનારે વસેલું ઋષિકેશ એક ધાર્મિક સ્થળ છે. જ્યાં દેશના જ નહીં વિદેશી ટૂરિસ્ટ પણ આવે છે.
ઋષિકેશને યોગની રાજધાની પણ કહેવાય છે. અહીં યોગનો અભ્યાસ કરવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે. ઋષિકેશમાં રોફ્ટિંગ પણ પ્રખ્યાત છે.
જોકે શું તમને ખબર છે. તેની આસપાસ 5 એવા સ્થળો છે. જ્યાં ઘણા પ્રવાસીઓ ફરવા આવે છે. આ સ્થળો પર હંમેશા પ્રવાસીઓની ભીડ રહે છે.
જ્યારે પણ ઋષિકેશ જાવ ત્યારે ત્રિવેણી ઘાટ અવશ્ય જાવ. અહીં 3 નદીઓનું સંગમ થાય છે. આ ઘાટ પર સવાર, બપોર અને સાંજે આરતી થાય છે.
ઋષિકેશ માં લક્ષ્મણ ઝુલા પાસે ત્ર્યંબકેશ્વર મંદિર પણ છે. 13 માળનું ભગવાન શિવનું મંદિર છે. તે 13 માળના મંદિર તરીકે પણ પ્રખ્યાત છે.
લક્ષ્મણ ઝુલાથી લગભગ 6 કિલોમીટર દૂર પટના નામના એક ગામમાં છે. અહીં એક સુંદર વોટરફોલ પણ છે. જ્યારે પણ ઋષિકેશ જાવ ત્યારે અહીં જરૂર જાવ.
સૂર્યોદય અને સૂર્યાસ્તનો સુંદર નજારો જોવા માંગો છો તો ઋષિકેશના કુંજાપુરી અવશ્ય જાવ. અહીંથી હિમાયલનો સુંદર નજારો જોવા મળે છે. અહીંથી ઋષિકેશ શહેર અને દૂન ઘાટી પણ જોવા મળે છે.
ઋષિકેશની થોડેક દૂર આવેલા ભગવાન શિવ ના નીલકંઠ મંદિર અવશ્ય જાવ. અહીંની હરિયાળી તમારું મન મોહી લેશે. ધાર્મિક માન્યતા પ્રમાણે ભગવાન શિવે સમુદ્ર મંથનમાંથી નીકળેલા ઝેરને આ સ્થાને પીધું હતું. આ પછી તેમનું ગળું વાદળી(નીલા) થઇ ગયું હતું. આ કારણે આ મંદિરનું નામ નીલકંઠ પડ્યું હતું.
આ સિવાય તમે વશિષ્ઠ ગુફા અને ભૂતનાથ મંદિર પણ ફરવા જઇ શકો છો. કહેવાય છે કે ભૂતનાથ મંદિરનું નિર્માણ ભૂતોએ ફક્ત એક રાતમાં કર્યું હતું.