Apr 02, 2025
રોડ ટુ હેવન એટલે સ્વર્ગનો રસ્તો. રોડ ટુ હેવન પરથી પસાર થતી વખતે રસ્તો સ્વર્ગ તરફ જતો હોવાનો અનુભવ કરાવે છે. જો તમે પણ આવો અનુભવ કરવા માંગો છો ગુજરાતમાં આ સ્થળની મુલાકાત લેવી જોઇએ.
રોડ ટુ હેવન ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્થિત એક હાઇવે છે. કચ્છના રણમાંથી આશરે 30 કિમી લાંબો આ રસ્તો ઘડુલીને સાંતલપુર સાથે જોડતા રાષ્ટ્રીય હાઇવેનો ભાગ બનાવે છે. અહીની કુદરતી ખાસિયત પ્રવાસીઓને અદભૂત ડ્રાઇવિંગનો અનુભવ કરાવે છે.
ખાવડાથી ધોળાવીરા સુધીનો રોડ ટુ હેવન રસ્તો સફેદ રણના પસાર થાય છે, જે આ વિસ્તારના કુદરતી સૌંદર્યને માણવાની તક આપે છે.
કચ્છના રણમાં ચોમાસા બાદ દરિયાના પાણી સુકાઇ ગયા બાદ મીઠું બની જાય છે. આ સફેદ રેતીના કારણે રસ્તાની બંને બાજુ સફેદ ચાદર પથરાઇ હોય તેવું દ્રશ્ય જોવા મળે છે.
ધોળાવીરાના રોડ ટુ હેવન રોડ પરથી પસાર થતી વખતે દૂર દૂર સુધી સફેદ રેતી, ખુલ્લુ આકાશ અને શાંત વાતાવરણ પ્રવાસીઓને અદભુત આનંદ આપે છે.
ચોમાસામાં વરસાદ અને દરિયાના પાણીના ફરી વરે છે. પાણી ભરેલા રણમાંથી પસાર થનારા પ્રવાસીઓ માટે આ રસ્તો રણ અને સમુદ્ર વચ્ચેનું અંતર મિટાવી દે છે. આ અહેસાસનો આનંદ લેવા દૂર દૂરથી પ્રવાસીઓ કચ્છ આવે છે.
રોડ ટુ હેવન માટે ગુજરાત એસટી દ્વારા ભૂજ થી રાપર વચ્ચે બસ શરૂ કરવામાં આવી છે.
આ એસટી બસ વાયા બાલાસર, ધોળાવીરા, રોડ ટુ હેવન રોડ થઈ ખાવડા થઈ ભુજ થી રાપર પહોંચશે અને રિટર્નમાં આ રસ્તેથી પરત આવશે. મુસાફરો માટે રોડ ટુ હેવન પર 10 મિનિટ એસટી બસ ઉભી રાખવામાં આવે છે.
રોડ ટુ હેવન રસ્તા પરથી પસાર થતી વખતે સફેદ રણ, પક્ષીઓ અને સૂર્યાસ્તનો નજારો માણી શકાય છે. ફોટોગ્રાફી માટે આ પણ સ્થળ શાનદાર છે.