ઉનાળામાં બરફ દેખાશે હિલ સ્ટેશન પર, સ્વિત્ઝરલૅન્ડ ભૂલી જશો

Apr 10, 2025, 04:53 PM

ઉનાળા વેકેશનમાં પ્રવાસ

ઉનાળાની ભયંકર ગરમી શરૂ થઇ ગઇ છે. ગરમીથી બચવા લોકો ઠંડા સ્થળો પર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે.

ઉનાળામાં હિલ સ્ટેશન પ્રવાસ

ઉનાળાની ગરમીથી બચવા તમે આ સ્થળો જવાનું વિચારી શકો છો, કારણ કે અહીં ઉનાળાની આકરી ગરમીમાં પણ બરફ જોવા મળે છે.

રોહતાંગ પાસ

રોહતાંગ પાસ હિમાચલ પ્રદેશમાં લાહૌલ અને સ્પીતિ ખીણનું પ્રવેશ દ્વાર છે. તે કુલુ ક્ષેત્રમાં સૌથી સુંદર સ્થળ છે. રોહતાંગ પાસે મનાલીથી લગભગ 51 કિમી દૂર આવેલું છે.

રોહતાંગ પાસ પ્રવાસ

રોહતાંગ પાસ મનાલી કેલાંગ હાઇવે પર 3980 મીટરની ઉંચાઇ પર આવેલું છે. બરફથી ઢંકાયેલા હિમાલયના પર્વત, ખળખળ વહેતી નદી, ઠંડી હવા, શાંત વાતાવરણ પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

રોહતાંગ પાસમાં એડવેન્ચર

રોહતાંગ પાસમાં પ્રવાસીઓ સ્કીઇંગ, આઈસ સ્કેટિંગ, પેરાગ્લાઇડિંગ જેવી સાહસિક એડવેન્ચર એક્ટિવિટીની મજા માણે છે.

રોહતાંગ પાસ પર બરફ

રોહતાંગ પાસમાં ઉનાળામાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. કારણે હિમાચલની પર્વતમાળામાં ઉંચાઇ પર આવેલું હોવાથી રોહતાંગ પાસ પર ઉનાળામાં પણ બરફ જોવા મળે છે. પ્રવાસીઓ અહીં બરફમાં રમવાની મજા માણે છે.

રોહતાંગ પાસ જવા મંજૂરી જરૂરી

જો કે રોહતાંગ પાસ જવા માટે ભારતીય સેનાની મંજૂરી મેળવવી જરૂરી છે. રોહતાંગ પાસ પાસે પીર પંજાલ રેન્જ હેઠળ આવે છે. આ હિલ સ્ટેશન આખુ વર્ષ બરફથી ઢંકાયેલું હોય છે.

રોહતાંગ એટલે લાશોનું મેદાન

રોહતાંગ પાસ જૂન થી ઓક્ટોબર સુધી જ જઇ શકાય છે. રોહતાંગનો અર્થ છે લાશોનું મેદાન. આ પર્વત માળા પાર કરતી વખતે ઘણા લોકો જીવ ગુમાવે છે. આથી તેનું નામ રોહતાંગ પાસ રાખવામાં આવ્યું છે.