લાલ ગુલાબ પ્રેમનું પ્રતિક છે. તમે તમારા લવ પાર્ટનરને લાલ ગુલાબ આપી શકો છો.
ગુલાબી ગુલાબ ખુશીનું પ્રતિક છ. આ ભાઈ, બહેન, દોસ્ત, ટીચર, માતા-પિતાને આપી શકાય છે
વેલેન્ટાઇન ડે દરમિયાન પીળું ગુલાબ પોતાના દોસ્તોને આપવું એ દોસ્તીની નિશાની હોય છે
આ ગુલાબ પોતાા બેસ્ટ ફ્રેન્ડને પણ આપી શકાય. જેનાથી સંબંધોની મજબૂતી દેખાય છે
નારંગી ગુલાબ પ્રેમ અભિવ્યક્તિનું પ્રતિક છે. જો તમે પ્રેમ વ્યક્ત કરવા માંગો છો તો આ નારંગી ગુલાબ આપી શકો છો
સફેદ ગુલાબ શાંતિ, એક્તાનું પ્રતિક છે. માફી માંગવા અને જૂના સંબંધો સુધારવા માંગો છો તો આ ગુલાબ આપો
પર્પલ ગુલાબ હંમેશા એકતરફી પ્રેમને વ્યક્ત કરવા માટે આપવામાં આવે છે
જો તમને કોઇ પીચ રંગનું ગુલાબ આપે, તો સમજવું કે તે આપનાર વ્યક્તિ તમારો આભાર વ્યક્ત કરવા ઇચ્છે છે