શ્રાવણ માસના ઉપવાસમાં બજાર માંથી ફરાળી વાનગી લાવવાના બદલે તમે ઘરે ટેસ્ટી અને હેલ્ધી ફરાળી આઇટમ બનાવી શકો છો. અહીં બે વ્યક્તિ માટે સાબુદાણા બટાકા બફ વડા બનાવવાની રેસીપી જણાવવામાં આવી છે.
4 બાફેલા બટેકા, પલાળેલા સાબુદાણા બે વાટકી, 100 ગ્રામ શેકેલી સીંગનો ભૂકો, સ્વાદ અનુસાર લીલા મરચા, મીઠું, લીંબુનો રસ, કોથમીર અને તળવા માટે તેલ
સાબુદાણા બટેકા બફ વડા બનાવવા માટે સૌથી પહેલા સાબુદાણા 4 થી 6 કલાક પાણીમાં પલાળી રાખો
હવે એક બાઉલામાં બાફેલા બટાકા, સાબુદાણા અને શેકેલી સીંગનો ભુક્કો, સ્વાદ અનુસાર લીલા મરચા, સિંધવ મીઠું, લીંબુનો રસ નાંખી બરાબર મિક્સ કરો
તમે ઇચ્છો તો આ મિશ્રણમાં શિંગોડા કે રાજાઓનો લોટ પણ ઉમેરી શકો છો. બધી સામગ્રી બરાબર મિક્સ કરી તેમાંથી ગોળ કે પેટિસ જેવા આકારમાં નાના વડા બનાવો
સાબુદાણા બટેકા બફ વડા તેલમાં મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો
લો તમારા ટેસ્ટી સાબુદાણા બટેકા બફ વડા તૈયાર છે. સાબુદાણા બટેકા બફ વડા ગ્રીન ચટણી કે દહીં સાથે ખાઇ શકો છો.