શિમલા નજીક સુંદર હિલ સ્ટેશન, નદી કિનારે ટેન્ટમાં રહેવાની મજા

Apr 11, 2025, 01:57 PM

હિમાચલ પ્રદેશના હિલ સ્ટેશન

ઉનાળાની ગરમીમાં મોટી સંખ્યામાં લોકો હિમાચલ પ્રદેશના હિલ સ્ટેશનો પરફરવા જાય છે. જો કે અમુક સિક્રેટ હિલ સ્ટેશન છે જે ઓછી ભીડ અને શાંતિના કારણે પ્રવાસીઓના આકર્ષિક કરે છે.

સાધુપુલ હિલ સ્ટેશન

સાધુપુલ હિમાચલ પ્રદેશના સોલન અને ચૈલ આવેલું નાનું પણ સુંદર ગામ છે, જે અશ્વિની નદી પર આવેલા પુલ નજીક આવેલું છે.

સાધુપુલ હિલ સ્ટેશનના આકર્ષણ

સાધુપુલ હિલ સ્ટેશન કુદરતી સૌંદર્ય અને શાંત વાતાવરણ માટે પ્રખ્યાત છે.

સાધુપુલમાં ફરવાના સ્થળ

સાધુપુલ હિલ સ્ટેશન આવવા માટે સેલોનના બજાર માંથી પસાર થવુ પડે છે. તે દરમિયાન પ્રવાસીઓ સેલોના માલ રોડ પર ફરવાની મજા માણી શકે છે.

સાધુપુલમાં ટેન્ટમાં રહેવાની મજા

સાધુપુલ હિલ સ્ટેશન પર પ્રવાસીઓ ટેન્ટ કે ઝોપડીમાં રહેવાની મજા માણે છે, કારણ કે અહીં આસપાસ કોઇ હોટેલ નથીં.

સાધુપુલ હિલ સ્ટેશન

સાધુપુલ અશ્વિની નદી પર આવેલું છે. પ્રવાસીઓ નદીમાં નાહવાની મજા લઇ શકે છે. પહાડ વચ્ચેથી વહેતી નદીનું દ્રશ્ય જોઇ પ્રવાસીઓ આનંદિત થાય છે. નદીના પાણીમાં ગોઠવેલા ટેબલ ખુરશી પર બેસી જમી શકાય છે.

સાધુપુલમાં ટ્રેકિંગની મજા

સાધુપુલ હિલ સ્ટેશન ટ્રેકિંગ માટે પણ પ્રખ્યાત છે. ઉંચા પહાડ વચ્ચે ટ્રેકિંગ કરવાનો અનુભવ યાદગાર રહે છે. પ્રવાસીઓ કાર કે બાઇક ચલાવી છેક નદી કિનારા સુધી પહોંચી શકે છે.

સાધુપુલ શિમલાથી નજીક

સાધુપુલ હિલ સ્ટેશન શિમલાથી 34 કિમી દૂર છે. શિમલા ફરવા આવતા ઘણા પ્રવાસીઓ સાધુપુલ હિલ સ્ટેશન જરૂર આવે છે.