May 12, 2025
ગુજરાતમાં ફરવા માટે ઘણા સ્થળો છે, જેમા ધાર્મિક સ્થળો, દરિયા કિનારાના બીચ થી લઇ હિલ સ્ટેશન સામેલ છે. ગુજરાતમાં ઘણા ઓછા હિલ સ્ટેશન છે પણ કુદરતી સુંદરતાના મામલે આબુ કે ઊંટી, મહાબલેશ્વરથી જરયા ઉતરતા નથી.
ગુજરાતમાં હિલ સ્ટેશન બહુ ઓછા છે. અહીં સહ્યાદી પર્વતમાળામાં વસેલા એક હિલ સ્ટેશન વિશે જાણકારી આપી છે. આ હિલ સ્ટેશન પર શિયાળામાં શિમલા જેવી ઠંડી ઉનાળામાં ઊંટી જેવો માહોલ અને ચોમાસામાં ચમોલી જેવો વરસાદ પડે છે.
ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા હિલ સ્ટેશન છે મહારાષ્ટ્ર સરહદ નજીક છે. સર્પાકાર જેવા દેખાવના કારણે આ ગીરીમથકને સાપુતારા કહેવાય છે.
સાપુતારા હિલ સ્ટેશન સહ્યાદ્રી પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે 1000 મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે 30 ડીગ્રીથી ઓછું રહે છે.
સાપુતારામાં જોવાલાયક સ્થળોમાં હાથગઢ કિલ્લો, વાંસદા નેશનલ પાર્ક, સાપુતારા તળાવ, નવા નગર, સનસેટ પોઇટ, વનસ્પિત ઉદ્યાન, ગિરા ધોધ, સપ્તશૃંગી ગઢ પ્રખ્યાત છે.
સાપુતારામાં તળાવમાં પ્રવાસીઓ બોટિંગની મજા માણે છે. મિત્રો, પરિવાર કે પાર્ટનર સાથે ફરવા માટે સાપુતારા શ્રેષ્ઠ સ્થળ છે. અહીં આદિવાસી સંસ્કૃતિ અને જીવનને નજીકથી જોવાનો માણવાનો મોકો મળે છે.
સાપુતારા હિલ સ્ટેશન ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું છે. સાપુતારા અમદાવાદથી 400 કિમી, સુરતથી 150 કિમી દૂર છે. નજીકનું રેલવે સ્ટેશન વઘઇ 50 કિમી અને બિલિમોરા 110 કિમી દૂર છે. સાપુતારા હિલ સ્ટેશન પર્સનલ કે પ્રાઇવેટ વાહન લઇ સરળતાથી પહોંચી શકાય છે.
સાપુતારા હિલ સ્ટેશન ચોમાસાના વરસાદમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. વરસાદ બાદ નદી અને ઝરણાં જીવંત થતા મનોરમ્ય દ્રશ્ય જોવા મળે છે. લીલાછમ જંગલ, માટીને મહેક અને ઠંડો પવન પ્રવાસીઓને અદભુત આનંદ આપે છે.
સાપુતારા હિલ સ્ટેશન નજીક બીજા જોવાલાયક સ્થળોમાં ડોન હિલ સ્ટેશન છે, જે 51 કિમી દૂર આવેલું છે.