સાપુતારા મોનસુન મેઘ મલ્હાર પ્રવાસીઓને કરી દેશે મંત્રમુગ્ઘ

Jul 07, 2023, 11:18 PM

સાપુતારા મોનસુન મેઘ મલ્હાર પર્વ આગામી 30 જુલાઇથી 31 ઓગસ્ટ 2023 દરમિયાન યોજાશે. જેમાં પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે તેવા ઘણા બધા આકર્ષણો હશે.

વીકએન્ડ અને જાહેર રજાના દિવસે કલ્ચર પ્રોગ્રામ: દર સપ્તાહના અંતે અને જાહેર રજાઓના દિવસે પ્રખ્યાત કલાકારો દ્વારા મનોરંજક પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણવા મળશે.

દહીં હાંડી સ્પર્ધા: જન્માષ્ટમી પર સાહસિક દહીં હાંડી સ્પર્ધા યોજાશે, જે ઉત્સવોમાં ઉત્સાહપૂર્ણ તડકો ઉમેરો છે.

આ ફેસ્ટિવલમાં પ્રવાસીઓને કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળશે. ઉપરાંત એડવેન્ચર એક્ટિવિટીઝ, ગેમ્સ અને ટ્રાઇબલ સ્પોર્ટ્સમાં પણ ભાગ લઇ શકશે. ગ્રામીણ કલાકારો દ્વારા બનાવેલા ચિત્ર, કલાકૃતિ વગેરે ચીજો પણ જોવા મળશે

આ ફેસ્ટિવલમાં પ્રવાસીઓને સ્થાનિક ગ્રામીણ વાનગી, ભોજનનો સ્વાદ માણવાની તક મળશે.

રોમાંચક બોટ રેસ, મ્યુઝિકલ ફાઉન્ટેન, એમ્ફી થિયેટર, એડવેન્ચર પાર્ક, બોટિંગ જેટી એરિયા ડેવલપમેન્ટ, ફ્લોટિંગ જેટી, હયાત લેક વગેરે પ્રવાસીઓને ભરપૂર આનંદ આપશે.  

સાપુતારા એ ગુજરાતનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે અને ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. પ્રવાસીઓ સાપુતારાની નજીકના પ્રવાસન સ્થળોની પણ મુલાકત લઇ શકે છે.