નૈનીતાલ નજીક સિક્રેટ હિલ સ્ટેશન સાતતાલ, એડવેન્ચરની મજા

Apr 10, 2025, 02:15 PM

ઉત્તરાખંડ હિલ સ્ટેશન

ઉત્તરાખંડમા નૈનીતાલ સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશન છે. જો કે નૈનીતાલની આસપાસ ઘણા સુંદર ફરવા લાયક સ્થળો છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

સાતતાલ હિલ સ્ટેશન

નૈનીતાલથી 23 કિમી દૂર સાતતાલ હિલ સ્ટેશન આવેલું છે. શહેરથી દૂર શાંત વાતાવરણ સાતતાલ આવનાર પ્રવાસીઓને અદભુત અનુભવ કરાવે છે.

સાતતાલ પ્રવાસ

સાતતાલ હિલ સ્ટેશન ચારે બાજુ ઉંચા પહાડ, સુંદર તળાવ અને ઠંડી હવા પ્રવાસીઓને આકર્ષીત કરે છે.

સાતતાલના જોવાલાયક સ્થળો

સાતતાલ હિલ સ્ટેશન પર સૌથી પહેલા પ્રખ્યાત તળાવર નળ દમ્યંતી લેક જોવા મળે છે. અહીં પ્રવાસીઓ બોટિંગની મજા માણે છે. તળાવના કિનારે બેસીને સૂર્યાસ્તનો નજારો જોવાની ક્ષણ યાદગાર રહે છે.

સાતતાલ ટુરિસ્ટ સ્થળ

સાતતાલમાં એક અમેરિકન સ્ટેનલે જોન્સનો આશ્રમ છે. ઉપરાંત ગરુર લેક, રામ તળાવ, લક્ષ્મણ તળાવ અને સીતા તળાવ જોવા મળે છે.

સાતતાલ નજીક પ્રવાસ સ્થળ

સાતતાલ નજીક ભીમતાલ પણ જોવાલાયક સ્થળ છે. ભીમતાલમાં વિક્ટોરિયા લેક, હિડિમ્બા પર્વત, ભીમતાલ દ્વીપ એક્વેરિયમ, નૌકચિયાતાલ, કૈંચી ધામ નીમ કરોલી બાબ મંદિર સહિત ઘણા પ્રખ્યાત સ્થળો જોવાલાયક છે.

સાતતાલમાં એડવેન્ચર એક્ટિવિટી

સાતતાલમાં એડવેન્ચર એક્ટિવિટીની રોમાંચ માણવા મળે છે. અહીં પ્રવાસીઓ પેરાલાઇડિંગ, બોટિંગ જેવી વોટર એક્ટિવિટી અને ટ્રેકિંગની મજા માણે છે.

નૈનીતાલ હિલ સ્ટેશન

નૈનીતાલ ઉત્તરાખંડનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. જો તમે નૈનીતાલ ફરવા જાવ તો સાતતાલ અને ભીમતાલ ફરવા જવાનું ભૂલશો નહીં.