Asteroid Bennu પૃથ્વી માટે કેમ છે ખતરો?

Jul 27, 2023, 06:36 PM

આપણા સૌરમંડળના શરૂઆતના દિવસોનો એક પ્રાચીન અવશેષ સાચવીને બેઠો છે ક્ષુદ્રગ્રહ બેન્નૂ

બેન્નૂ લઘુગ્રહની ઉંમર અંદાજિત 4.5 બિલિયન વર્ષ હોવાનો વૈજ્ઞાનિકો અંદાજો લગાવી રહ્યા છે

ક્ષુદ્રગ્રહ બેન્નૂની શોધ 11 સપ્ટેમ્બર 1999 માં નાસાની એક ટીમ દ્વારા કરવામાં આવી હતી

એસ્ટેરોયડ બેન્નૂ બી ટાઇપનો ક્ષુદ્રગ્રહ છે. જેનો ડાયામીટર અંદાજે 492 મીટર છે

ક્ષુદ્રગ્રહ બેન્નૂનો ઓર્બિટ પીરિયડ 1.2 પૃથ્વી વર્ષ અને અહીં 4.288 કલાકનો દિવસ હોય છે

એસ્ટેરોયડ બેન્નૂ અંદાજિત 85.5 મિલિયન ટન વજન ધરાવતો હોવાનો વૈજ્ઞાનિકોનો અંદાજો છે

વજન તથા ઘેરાવામાં પૃથ્વીથી ઘણો નાનો હોવા છતાં વૈજ્ઞાનિકો બેન્નૂને પૃથ્વી માટે સંકટ માને છે

ક્ષુદ્રગ્રહ દર છ વર્ષે પૃથ્વીથી નજીક આવતો હોવાથી 22મી સદીમાં તે પૃથ્વી સાથે ટકરાશે એ સંભાવના છે

પૃથ્વી માટે સંકટ તેમજ સૌર મંડળના રહસ્યો જાણવા નાસાએ ખાસ મિશન બેન્નૂ હાથ ધર્યું છે

નાસાએ બેન્નૂ માટે અંતરિક્ષ યાન ઓસિરિસ રેક્સ 8 સપ્ટેમ્બર 2016 માં ફ્લોરિડાથી રવાના કર્યું હતું

બેન્નૂ લઘુગ્રહ પરથી માટી સહિત નમૂના લઇ ઓસિરિસ પૃથ્વી પર પરત આવી રહ્યું છે

24 સપ્ટેમ્બર 2023 ના રોજ ઉટાણ ખાતે સેમ્પલ રિટર્ન કેપ્સ્યુલ (SRC) લેન્ડિંગ કરાવાશે

બેન્નૂ પરથી લવાયેલ નમૂનાઓનું પૃથ્થકરણ કરી મહત્વની જાણકારી મેળવવા પ્રયાસ કરાશે