Whats App Tips : વોટ્સએપ પર હાઇ રિઝોલ્યુશન ફોટા અને વિડિયો આ રીતે શેર કરવા
તમારા ફોન પર WhatsApp અપડેટ કરો અને તમે જેની સાથે ફોટા અથવા વીડિયો શેર કરવા માંગો છો તેનું ચેટ ઓપન કરો.
હવે, 'ફાઇલ' અથવા 'કૅમેરા' આઇકન પર ટેપ કરો જે તમે ટાઇપ કરો છો તેની જમણી બાજુએ દેખાય છે.
તમારી લાઇબ્રેરીમાંથી એક ઇમેજ અથવા વિડિયો પસંદ કરો અથવા કૅમેરાનો ઉપયોગ કરીને એક નવું ક્લિક કરો અને શૂટ કરો.
એકવાર તમે શેર કરવા માંગો છો તે ફોટો અથવા વિડિઓઝ પસંદ કરી લો, પછી સ્ક્રીનની ટોચ પર દેખાતા 'HD' બટન પર ટેપ કરો.
ફોટોની ગુણવત્તાને 'HD ગુણવત્તા'માં બદલો, 'done' પર ટેપ કરો અને મોકલો બટન દબાવો.
સેન્ડર અને રીસીવરને ફોટા અને વીડિયોની નીચે ડાબી બાજુએ એક HD લેબલ દેખાશે, જે દર્શાવે છે કે તેઓ હાઈ ક્વોલિટીમાં મોકલવામાં આવ્યા છે.
વધુ વાંચો.