એપ્રિલમાં ફરવા માટે સ્વર્ગ સમાન 7 હિલ સ્ટેશન

Mar 29, 2025, 01:43 PM

હિલ સ્ટેશન

ઉનાળાની ગરમીથી બચવા લોકો હિલ સ્ટેશન પર ફરવા જાય છે. અહીં એપ્રિલ મહિનામાં ફરવા લાયક શ્રેષ્ટ 7 હિલ સ્ટેશન વિશે જાણકારી આપી છે.

નૈનીતાલ

નૈનીતાલના તળાવ દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહીંના કુદરતી દ્રશ્યો મનમોહક છે. ઉનાળામાં ફરવા માટે નૈનીતાલ બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે.

કસૌલી

તમને કુદરતી સૌંદર્ય અને શાંતિ પસંદ છે તો હિમાચલ પ્રદેશના કસૌલી ફરવા જવું જોઇએ.

જીમ કાર્બેટ નેશનલ પાર્ક

જંગલ સફારી અને એડવેન્ચર લવર્સ માટે ઉત્તરાખંડનું જીમ કાર્બેટ નેશનલ પાર્ક સ્વર્ગ સમાન છે.

મસૂરી

ઉત્તરાખંડનું મસૂરી ભારતનું પ્રથમ હિલ સ્ટેશન છે, જે અંગ્રેજોએ વસાવ્યું હતું. મનમોહક કુદરતી દ્રશ્ય અને સૂર્યોદય - સૂર્યાસ્તનો નજારો પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

લાંસડાઉન

લાંસડાઉન ઉત્તરાખંડમાં આવેલું હિલ સ્ટેશન છે. લાંસડાઉનમાં ઉંચા પહાડ, શાંત માહોલ અને સુંદર કુદરતી દ્રશ્યો પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઇ જાય છે.

ધનોલ્ટી

ઉત્તરાખંડનું ધનોલ્ટી બહું શાંત હિલ સ્ટેશન છે. તે મસૂરીથી બહુ નજીક આવેલું છે.

ઋષિકેશ

ઋષિકેશ ઉત્તરાખંડમાં હરિદ્વાર નજીક આવેલું તીર્થધામ સાથે સાથે એડવેન્ચર ટુર માટે પ્રખ્યાત છે. ઋષિકેશમાં ગંગા નજીકમાં બોટિગની મજા જીવનભર યાદગાર રહે છે.