મહા કુંભ થી કચ્છ રણોત્સવ જાન્યુઆરીમાં ફરવાના 7 પ્રવાસ સ્થળો

Jan 05, 2025, 03:41 PM

જાન્યુઆરીમાં ભારત પ્રવાસ

ભારતમાં જાન્યુઆરીમાં ફરવા માટે ઘણા પ્રખ્યાત સ્થળો છે. જેમા ધાર્મિક સ્થળોથી લઇ હિલ સ્ટેશન અને દરિય કિનારાના જોવાલાયક સ્થળો સામેલ છે.

પ્રયાગરાજ મહા કુંભ 2025

પ્રયાગરાજમાં મહા કુંભ મેળા 13 જાન્યુઆરી 2025થી શરૂ થઇ રહ્યો છે. દર 12 વર્ષે ભરાતા આ મહા કુંભમાં ભક્તિ અને શક્તિનું સંગમ જોવા મળશે. પ્રયાગરાજમાં ત્રિવેણી ગંગા સ્નાન ઉપરાંત ઘણા પ્રખ્યાત મંદિર અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઇ શકાય છે.

કચ્છ રણોત્સવ

ગુજરાતનું કચ્છ રણોત્સવ જાન્યુઆરીમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. અહીં સફેદ રણમાં રાત્રે ચંદ્ર પર હોવાનું અનુભવ થાય છે. કચ્છના લોકજીવન અને સંસ્કૃતિને માણવાની અદભુત તક મળે છે.

જેસલમેર

રાજસ્થાનનું ગોલ્ડન સિટી જેસલમેર શિયાળામાં ફરવા માટે અનુકુળ છે. જેસલમેરમાં ઘણી ઐતિહાસિક ઇમારતો છે, તે જોઇ પ્રવાસીઓ અચરજ પામે છે.

કુર્ગ

કર્ણાટકનું કુર્ગ પ્રખ્યાત હિલ સ્ટેશન, લીલાછમ પહાડ અનં જંગલો, સુંદર ઝરણાં અને કુદરતી સૌંદર્ય જોઇ પ્રવાસીઓ બધી ચિંતા ભૂલી જાય છે.

ઉદયપુર

રાજસ્થાનનું લેક સિટી ઉદયપુર વ્હાઇટ સિટીના નામે દુનિયાભરમાં પ્રખ્યાત છે. સિટી પેલેસ, પિચોલા લેક, ફતેહ સાગર લેક, સહેલી બાગ, ચેતક ગાર્ડન સહિત ઘણા જોવાલાયક સ્થળો છે.

ગોવા

ગોવા બીચ દરેક ભારતીયનું મનપસંદ પ્રવાસ સ્થળ છે. ગોવાના સુંદર બીચ, શાંત દરિયા કિનારો, નારિયેળીના ઉંચા વૃક્ષો અને નાઇટ લાઇફ દેશ વિદેશના લાખો પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

શિમલા મનાલી

શિમલા મનાલી ભારતના પ્રખ્યાત હિલ સ્ટેશન છે. શિયાળો હોય કે ઉનાળો અહીં આ હિલ સ્ટેશન બારેય મહિના ફરવા માટે શ્રેષ્ઠ છે.