શાંતિ અને વિકાસનો પર્યાય બનેલું ગુજરાત પ્રવાસ માટે શ્રેષ્ઠ છે. પ્રાચીન મંદિરો અને ઐતિહાસિક ધરોહરથી સમૃધ્ધ ગુજરાત દેશમાં સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે. લાંબા દરિયાકિનારા પર સોમનાથ અને દ્વારકા સહિત વિવિધ પ્રાચીન મંદિરો છે.
ગુજરાતના દરિયા કિનારા પ્રવાસીઓ માટે ઉત્તમ સ્થળ છે. જે તમને મિત્રો અને પરિવાર સાથે વેકેશન માણવા આકર્ષિત કરે છે. અહીં ગુજરાતના ટોપ 10 બીચ વિશે વિગતો આપી છે. જે તમને વેકેશનમાં પ્રવાસ સ્થળની મુલાકાત લેવા માટે કામની બની રહેશે.
શિવરાજપુર બીચ ગુજરાતમાં દ્વારકાથી 12 કિમી દૂર છે. તે ભારતનું બ્લુ ફ્લેગ બીચ માન્યતા બીચ છે. અહીં શિવરાજપુર બીચ પર સ્નોર્કલિંગ, સ્કુબા ડાઇવિંગ જેવી મનોરંજક પ્રવૃત્તિનો આનંદ માણી શકાય છે.
તિથલ બીચ ગુજરાતના વલસાડમાં આવેલું છે. કાળી રેતી માટે પ્રખ્યાત તિથલ બીચ પર દરિયામાં નાહવાની, ઘોડે સવારી જેવી ઘણી મનોરંજક પ્રવૃત્તિ માણી શકાય છે.
માંડવી બીચ કચ્છનું ગુજરાતના સૌથી લોકપ્રિય સ્થળો પૈકી એક છે. અહીંનું શાંત વાતાવરણ, કુદરતી સૌંદર્ય, દરિયાના મોજા સાથે વિચારના ઘોડાપૂરને શાંત કરી મનને પ્રફૂલ્લિત કરી શકો છો. માંડવી બીચ પર તમે સ્વિમિંગની સાથે ઝોર્બિંગ અને ક્વોડ બાઇકિંગ વોટર રાઇડ ઉપરાંત ઊંટ સવારી, ઘોડે સવારીનો રોમાંચ માણી શકો છો.
ડુમસ બીચ સુરતનું પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે. દરિયા કિનારે બેસી સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોવાલાયક હોય છે. શહેરના ઘોંઘાટથી દૂર પ્રવાસીઓ અહીં શાંતિ મેળવે છે.
દીવ ગુજરાતમાં આવેલું કેન્દ્ર શાસિત પ્રદેશ છે. દીવમાં નાગવા બીચ, દીવ ફોર્ટ, ચક્રતીર્થ બીચ, પનીકોટા, ગંગેશ્વર મંદિર, મીરાસોલ ગાર્ડન, જાલંધર બીચ સહિત ફરવા માટે ઘણા સ્થળો છે. સોમનાથ મંદિર જાવ તો દીવ બીચ જરૂર જવું જોઇએ.
દમણ ગુજરાતમાં આવેલું કેન્દ્ર શાસિત પ્રદેશ છે. દમણ ગંગા, પોર્ટુગલ સ્થાપત્યમાં બનેલું સેન્ટ જેરોમ કિલ્લો, દેવકા બીચ સહિત સુંદર દરિયા કિનારાના બીચ પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
માધવપુર બીચ પોરબંદરમાં આવેલું છે. શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્ન અહીં જ થયા હતા. દરિયા કિનારે ચમકી રેતી, ઉછળતા મોજા, નારિયેળના વૃક્ષો ઉપરાંત પોરંબદરમાં કિર્તી મંદિર, સાંદીપની આશ્રમ, સુદામા મંદિર, જાંબુવન ગુફા, હુઝુર પેલેસ, હરસિદ્ધિ મંદિર સહિત ઘણા જોવાલાયક સ્થળો છે.