જન્નતથી કમ નથી ગુજરાત નજીક આ 7 હિલ સ્ટેશન

Apr 25, 2025, 04:36 PM

હિલ સ્ટેશન

Best Hill Station In Gujarat: ગુજરાત નજીક ઘણા હિલ સ્ટેશન આવેલા છે જે કુદરતી સૌંદર્યના મામલે શિમલા મનાલીથી કમ નથી. આ હિલ સ્ટેશન પર ઉનાળામાં પણ ઠંડુ હવામાન પ્રવાસીઓને સુખદ અનુભવ આવે છે.

માઉન્ટ આબુ હિલ સ્ટેશન

માઉન્ટ આબુ રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન છે,જે ગુજરાતીઓનું પ્રિય સ્થળ છે. અરવલ્લીની પહાડીઓમાં આવેલા માઉન્ટ આબુ પર ઉનાળામાં ઠંડીનો અહેસાસ થાય છે. અહીં ગુરુ શિખર, પીસ માર્ક, નકી લેક, અચલેશ્વર મહાદેવ, અર્બુદા દેવી મંદિર, દેલવાડાના દેરાસર સહિત ઘણા જોવાલાયક સ્થળો છે.

મહાબળેશ્વર હિલ સ્ટેશન

મહાબળેશ્વર હિલ સ્ટેશન મહારાષ્ટ્રનું સૌથી સુંદર સ્થળ છે. અહીં પ્રવાસીઓ ટ્રેકિંગ, કેમ્પિંગ અને બોટિંગ કરવાનો આનંદ માણી શકે છે. ઉંચા અને લીલાછમ પર્વત, ઉંડી ખીણ, ઝરણાં અને ઠંડી હવા પ્રવાસીઓના મનને શાંતિ આપે છે.

માથેરાન હિલ સ્ટેશન

માથેરાન હિલ સ્ટેશન મહારાષ્ટ્રનું કુદરતી સૌંદર્યથી ભરપૂર શાંત પ્રવાસ સ્થળ છે. અહીં ટ્રેકિંગ અને હાઇકિંગ જેવી એક્ટિવિટીની મજા માણી શકાય છે.

લોનાવાલા હિલ સ્ટેશન

મુંબઇ ફરવા જાવ તો લોનાવાલા હિલ સ્ટેશનની અચૂક મુલાકાત લેવી જોઇએ. અહીં કેમ્પિંગ અને રોક ક્લાઇમ્બિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીની મજા માણવા મળશે.

પંચગની હિલ સ્ટેશન

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલું પચંગની હિલ સ્ટેશન કુદરતી સુંદરતા અને ખાસ કરીને સ્ટ્રોબેરીના ખેતરો માટે પ્રખ્યાત છે. સુખદ વાતાવરણ પ્રકૃતિ પ્રેમી અને એડવેન્ચર એક્વિટી લવર્સ માટે શ્રેષ્ઠ સ્થળ છે.

ચિખલદરા હિલ સ્ટેશન

ચિખલદરા હિલ સ્ટેશન મહારાષ્ટ્રના ચિખલદરામાં વન્ય અભ્યારણમાં જંગલ સફારી સાથે કુદરતી સુંદરતા માણવા માટે શ્રેષ્ઠ હિલ સ્ટેશન છે.

સાપુતારા હિલ સ્ટેશન

સાપુતારા ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન છે. સહ્યાદિ પર્વતમાળામાં 1000 મીટર ઉંચાઇ પર સ્થિત સાપુતારમાં ઉનાળામાં તાપમાન નીચું હોય છે. સાપુતારામાં હાથગઢ કિલ્લો, વાંસદા નેશનલ પાર્ક, ડાંગી સંસ્કૃતિ જોવા માટે નવા નગર, સનસેટ પોઇટ, સાપુતારા તળાવમાં બોટિંગ કરવાની પ્રવાસીઓને મજા પડે છે.