Mar 20, 2025
ઉનાળામાં ફરવા માટે હિલ સ્ટેશન શ્રેષ્ઠ સ્થળ છે. ઉંચાઇ પર આવેલા હિલ સ્ટેશનો પર બારે મહિને તાપમાન નીચું હોય છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર હિલ સ્ટેશન પર પ્રવાસીઓ મનની શાંતિ મેળવે છે.
ભારત સહિત દુનિયામાં ઘણા હિલ સ્ટેશન છે. અહીં દુનિયાના સૌથી સુંદર 7 હિલ સ્ટેશનની જાણકારી આપી છે. સૌથી ખાસ વાત એ છે કે, આ 7 હિલ સ્ટેશન માંથી 2 ભારતમાં આવેલા છે.
ઝર્મેટ સ્વિટ્ઝરલેન્ડનું એક સુંદર હિલ સ્ટેશન છે, જે મેટરહોર્ન પર્વતના આકર્ષક કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. અહીંનું શાંત વાતાવરણ અને બરફથી ઢંકાયેલા પર્વતો પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
ક્વિન્ટડાઉન ન્યૂઝીલેન્ડનું એક લોકપ્રિય હિલ સ્ટેશન છે, જે એડવેન્ચર એક્ટિવિટી અને કુદરતી સૌંદર્ય માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહીં પ્રવાસીઓ સ્કાઇંગ, બંજી જમ્પિંગ અને ટ્રેકિંગનો આનંદ માણે છે.
દાર્જલિંગ પશ્ચિમ બંગાળમાં આવેલું ભારતનું પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. ચાના બગીચા, હિમાલયની કંચનજંગા પર્વતમાળાના આકર્ષક કુદરતી દ્રશ્યો જોઇ પ્રવાસીઓ આશ્ચર્ય પામે છે. અહીં ટ્રોય ટ્રેનની મુસાફરી યાદગાર રહે છે.
ઉંટી મહારાષ્ટ્રમાં આવેલું ભારતનું ફેમસ હિલ સ્ટેશન છે. જે લીલાછમ પર્વતો અને ઉંડી ખીણ, ચાના બગીચા, ઠંડી હવા અને શાંત તળાવ માટે પ્રખ્યાત છે. અહીંનું બોટનિકલ ગાર્ડન પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
ફિલિપાઇન્સનું બાગઇઓ એક શાંત હિલ સ્ટેશન છે, જે ઠંડા હવામાન અને દેવદારના ઝાડ માટે પ્રખ્યાત છે. અહીંનું બજાર અને કલા દ્રશ્ય પ્રવાસીઓને બહું ગમે છે.
સાપા વિયેતનામનું એક સુંદર હિલ સ્ટેશન છે, જે ડાંગરના ખેતર, આદિવાસી સંસ્કૃતિ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. અહીં ટ્રેકિંગ અને હોમસ્ટે પ્રવાસીઓને અવિસ્મણિય અનુભવ આપે છે.
અસપેન અમેરિકામાં કોલોરાડો સ્થિત હિલ સ્ટેશન છે, જે સ્કીઇંગ અને લક્ઝરી રિસોર્ટ્સ માટે પ્રખ્યાત છે. અહીંનું કુદરતી સૌંદર્ય અને વિન્ટર સ્પોર્ટ્સ એક્વિટી પ્રવાસીઓને આનંદ આપે છે.