ભારતમાં ફરવા માટે ઘણા સ્થળો છે. ઘણા લોકોને હિલ સ્ટેશન, દરિયા કિનારે કે ઐતિહાસિક સ્થળો અને ભૂતિયા સ્થળો પર ફરવા જવાનો શોખ હોય છે. અહીં ભારતના સૌથી ડરામણા 7 ભૂતિયા સ્થળો વિશે જાણકારી આપવામાં આવી છે. શું તમારી ત્યાં જવાની ઇચ્છા છે!
ભાનગઢ કિલ્લો ભારતના સૌથી હોન્ટેડ સ્થળોમાં પ્રથમ ક્રમે આવે છે. ભાનગઢ કિલ્લાને કોઇ જાદુગરનો શ્રાપ હોવાનું કહેવાય છે. વર્ષોથી વિરાન અને ખંડેર ભાનગઢનો કિલ્લો રાતના અંધકારમાં બહુ બિહામરણો બની જાય છે. ભાનગઢ કિલ્લામાં સાંજ પછી કોઇને રોકાવાની પરવાનગી નથી.
પુણેનો ઐતિહાસિક શનિવારવાડા કિલ્લો પણ ભૂતિયા હોવાનું કહેવાય છે. આ કિલ્લામાં મરાઠા સામ્રાજ્યના દસમા પેશ્વા નારાયણ રાવ ભટ્ટની માત્ર 18 વર્ષની વયે હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ શનિવારવાડા કિલ્લાની ભૂતિયા કહાણીને જન્મ આપ્યો છે.
કુલધરા ગામ રાજસ્થાનનું બીજું સૌથી ભૂતિયા સ્થળ છે. 200 વર્ષ પહેલા એક આખું ગામ રાત્રે ખાલી થઇ ગયું. ગામના તમામ લોકો એક સાથે પલાયન કરી ગયા તેના વિશે ઘણી કહાણીઓ છે. એવું કહેવાય છે. ગામ ખાલી કરતી વખતે ગામના લોકોએ ક્ષાપ આપ્યો હતો ત્યારબાદ કુલધરા ભૂત પ્રેતોનું ઠેકાણું બની ગયું.
આસામનું જટીંગા ગામ પણ ભૂતિયા સ્થળ માનવામાં આવે છે. અહીં દર વર્ષે પ્રવાસીઓ પક્ષીઓ સામૂહિક આત્મહત્યા કરે છે. પ્રવાસી પક્ષીઓ કેમ આત્યહત્યા કરે છે તેનો જવાબ વૈજ્ઞાનિકો પણ શોધી શક્યા નથી.
ઉત્તરાખંડનું રૂપકંડ પણ કુદરતી સૌંદર્યથી ભરપૂર પણ ભૂતિયા સ્થળ છે. રૂપકુંડ એક મોટું તળાવ છે, જ્યાં બરફ ઓગળતા મોટીસંખ્યામાં હાડપિંજરો દેખાય છે. આ હાડપિંજર કોના છે તેનું રહસ્ય હજી સુધી જાણી શકાયું નથી.
ગુજરાતનું ડુમસ બીચ પણ ભૂતિયા છે. ડુમસ બીચના દરિયા કિનારે રાત્રે વિચિત્ર પડછાયા અને અવાજ સંભળાય છે. સ્થાનિક લોકોનું માનવું છે, અહીં સ્મશાન છે અને મૃતકોની આત્મા ફરે છે.
દિલ્હીની અગ્રસેનની વાવ ભૂતિયા કહેવાય છે. અદભુત સ્થાપત્ય શૈલી અને કોતરણીથી સુશોભિત અગ્રસેનની વાવમાં 108 પગથિયા છે. દંતકથા મુજબ વાવનું કાળું પાણી લોકોને અંદર ખેંચી લે છે, જેના કારણે લોકો વાવના પાણીમાં ડુબી જાય છે અને મૃત્યુ પામે છે.