નવા વર્ષ 2025માં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે. અહીં ટોપ 7 પ્રવાસ સ્થળ વિશે જણાવી રહ્યા છે. આ પ્રવાસ સ્થળો ફરવા માટે હંમેશા બેસ્ટ હોય છે.
જમ્મુ કાશ્મિરમાં શિયાળામાં હિમ વર્ષા થાય છે. શ્રીનગર, દાલ તળાવ, સોનબર્ગ, ગુલબર્ગ, ફ્લાવર વેલી સહિત ઘણા ફરવા લાયક સ્થળો છે.
શિમલા મનાલી ભારતીયોના ફરવાના પ્રખ્યાત સ્થળ છે. બફરથી ઢંકાયેલા ઉંચા પર્વત, લીલાછમ વૃક્ષો, નદી અને ઝરણા, ખીણ અને સૂર્યાસ્તનો સુંદર નજારો જોઇ પ્રવાસીઓ આશ્ચર્ય પામે છે
રાજસ્થાનના ઉદયપુર અને જયપુર દેશ અને વિદેશી પ્રવાસીઓ માટે ફરવાના પ્રખ્યાત સ્થળ છે. વૈભવી મહેલ, કિલ્લા, સુંદર તળાવ અને જીવંત લોક સંસ્કૃતિ અને સંગીત કળાનો આનંદ માણી પ્રવાસીઓ ખુશ થાય છે.
વારાણસી અને અયોધ્યા આધ્યાત્મિક પ્રવાસ માટે શ્રેષ્ઠ સ્થળ છે. પ્રયાગરાજ મહાકુંભ મેળા 2025 માં જવાનો અનુભવ યાદગાર રહેશે.
કેરળના દરિયાના કિનારાના બીચ અદભુત અને આકર્ષક છે. દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેરળના બીચ પર ફરવા આવે છે.
પંજાબના અમૃત્તસરનું સુવર્ણ મંદિર પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. તળાવ વચ્ચે સોનાથી મઢેલું ગોલ્ડન ટેમ્પલ મનને અદભુત શાંતિ આપે છે.
એડવેન્ચર ક્રેઝી પ્રવાસીઓ માટે લેહ લદ્દાખ સ્વર્ગ સમાન છે. હિમાલયના ઉંચા પર્વત, નદી, ખીણ અને લાંબા રસ્તા લેહ લદ્દાખ પ્રવાસને યાદગાર બનાવે છે.