ગોવા થી સુંદર ગુજરાતનું આ બીચ, સ્કુબા ડાઇવિંગ અને પેરાસેલિંગની મજા

Apr 23, 2025, 04:18 PM

ગુજરાતના બીચ

ગોવા દરિય કિનારાના સુંદર બીચ માટે પ્રખ્યાત છે. ગુજરાતમાં પણ ઘણા બીચ છે, જે ગોવાને પણ ટક્કર આપે છે.

શિવરાજપુર બીચ

શિવરાજપુર બીચ ગુજરાતના દરિના કિનારે આવેલું એક આકર્ષક બીચ છે, જે દ્વારકાથી 13 કિમી દૂર આવેલું છે.

શિવરાજપુર બીચની ખાસિયત

શિવરાજપુર બીચ ભારતના બ્લુ ફેગ સર્ટિફિકેશન ધરાવતા ભારતના 8 બીચમાં સ્થાન ધરાવે છે. અહીં દરિયાનું પાણી આસમાની રંગનું દેખાય અને નરમ રેતી છે.

શિવરાજપુર બીચ પર મનોરંજન

શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ પેરાસેલિંગ, સ્નોર્કલિંગ, સ્કુબા ડાઇવિંગ, બોટિંગ અને ઉંટ સવારી જેવી મનોરંજક પ્રવૃત્તિનો આનંદ માણી શકે છે.

શિવરાજપુર બીચ ક્યારે ફરવા જવું?

શિવરાજપુર બીચ પર ફરવાનો શ્રેષ્ઠ સ્થળ ઓક્ટોબરથી મે સુધીનો હોય છે. આ સમયગાળા દરમિયાન દરિયો વાદળી પાણીથી સ્વચ્છ હોય, અને બધી પ્રવૃત્તિઓ અને વોટર સ્પોર્ટ્સ ઉપલબ્ધ હોય છે.

શિવરાજપુર બીચ મુલાકાતનો સમય

શિવરાજપુર બીચ ફરવા જવાનો સમય સવારના 8 વાગે થી સાંજના 7 વાગે સુધી છે. અહીં મુલાકાતી માટે પ્રતિ વ્યક્તિ 30 રૂપિયા પ્રવેશ ફ્રી અને ફોર વ્હીલર માટે 50 રૂપિયા પાર્કિંગ ફી છે.

શિવરાજપુર બીચ કેવી રીતે પહોંચવું?

શિવરાજપુર બીચનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન દ્વારકા છે, જે લગભગ 14 કિમી દૂર છે.

શિવરાજપુર બીચ

શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ દરિયાની ચમકતી નરમ રેતીમાં પાર્ટનર સાથે બેસવાની અને બાળકો રેતીમાં રમવાની મજા માણી શકે છે.

શિવરાજપુર બીચ નજીક ફરવાના સ્થળ

શિવરાજપુર બીચ નજીક ફરવા લાયક ઘણા સ્થળો છે. પ્રખ્યાત તીર્થધામ દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા અને નાગેશ્વર જ્યોર્તિલિંગ મંદિર સહિત ઘણા દર્શનિય સ્થળો છે.