શુભમન ગિલ વન ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારી બનાવ્યો નવો રેકોર્ડ

Jan 20, 2023

Haresh Suthar

વન ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારવામાં રોહિત શર્મા એક માત્ર એવો ખેલાડી છે કે જેણે ત્રણ વખત આ સિધ્ધિ મેળવી છે. 

સચિન તેંડુલકર

ઉંમર

36y306d

હાઇએસ્ટ

200

ભારતીય ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે વન ડે ક્રિકેટમાં અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા છે. સચિને પણ વન ડેમાં બેવડી સદી ફટકારી છે. સચિને આ સિધ્ધિ 36 વર્ષ અને 306 દિવસે મેળવી હતી.

ક્રિસ ગેલ

ઉંમર

35y156d

હાઇએસ્ટ

215

વેસ્ટ ઇન્ડિઝના હાર્ડ હિટર ક્રિસ ગેલ ઝિમ્બાબ્વે વિરૂધ્ધ 24 ફેબ્રુઆરી 2015 ના રોજ કેનબરા ખાતે વન ડેમાં બેવડી સદી ફટકારી હતી. ક્રિસ ગેલે આ સિધ્ધિ 35 વર્ષ અને 156 દિવસની ઉંમરે મેળવી હતી.

વિરેન્દ્ર સહેવાગ

ઉંમર

33y 49d

હાઇએસ્ટ

219

ભારતીય ઓપનર વિરેન્દ્ર સહેવાગે વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ 8 ડિસેમ્બર 2011 ના રોજ ઇન્દોર ખાતે બેવડી સદી સાથે 219 રન કર્યા હતા. વિરેન્દ્ર સહેવાગે વન ડેમાં બેવડી સદીની સિધ્ધિ 33 વર્ષ 49 દિવસે મેળવી

રોહિત શર્મા

ઉંમર

30y227d

હાઇએસ્ટ

208

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા વિરૂધ્ધ 13 ડિસેમ્બર 2017 ના રોજ મોહાલી ખાતે બેવડી સદી ફટકારતાં 208 રન કર્યા હતા. રોહિત શર્માએ આ સિધ્ધિ 30 વર્ષ અને 227 દિવસની ઉંમરે મેળવી હતી.

માર્ટિન ગુપ્ટિલ

ઉંમર

28y172d

હાઇએસ્ટ

237

ન્યૂઝીલેન્ડ ક્રિકેટર માર્ટિન ગુપ્ટિલે વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ 21 માર્ચ 2015 ના રોજ વિલિન્ટન ખાતેની વન ડેમાં  બેવડી સદી સાથે 237 રન કર્યા હતા. માર્ટિન ગુપ્ટિલે આ સિધ્ધિ 28 વર્ષ 172 દિવસની ઉંમરે મેળવી હતી.

ફખર ઝમાન

ઉંમર

28y101d

હાઇએસ્ટ

210

પાકિસ્તાન ક્રિકેટર ફખર ઝમાને ઝિમ્બાબ્વે વિરૂધ્ધ બુલાવાયો ખાતે રમતાં 20 જુલાઇ 2018 ના રોજ 210 રન સાથે બેવડી સદી ફટકારી હતી. ફખર ઝમાને આ સિધ્ધિ 28 વર્ષ 101 દિવસની ઉંમરે મેળવી હતી.

રોહિત શર્મા

ઉંમર

27y197d

હાઇએસ્ટ

264

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા વિરૂધ્ધ 13 નવેમ્બર 2014 ના રોજ મોહાલી ખાતે બેવડી સદી ફટકારતાં 264 રન કર્યા હતા. રોહિત શર્માએ આ સિધ્ધિ 27 વર્ષ અને 197 દિવસની ઉંમરે મેળવી હતી.

રોહિત શર્મા

ઉંમર

26y186d

હાઇએસ્ટ

209

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ 2 નવેમ્બર 2013 ના રોજ બેંગલુરૂ ખાતે બેવડી સદી ફટકારતાં 209 રન કર્યા હતા. રોહિતે આ સિધ્ધિ 26 વર્ષ અને 186 દિવસની ઉંમરે મેળવી હતી.

ઇશાન કિશન

ઉંમર

24y145d

હાઇએસ્ટ

210

ભારતીય યુવા ક્રિકેટર ઇશાન કિશને બાંગ્લાદેશ વિરૂધ્ધ રમતાં ચટ્ટોગ્રામ ખાતે 10 ડિસેમ્બર 2022 ના રોજ 210 રન સાથે બેવડી સદી કરી હતી. આ સિધ્ધિ તેણે 26 વર્ષ અને 145 દિવસની ઉંમરે મેળવી હતી.

શુભમન ગિલ

ઉંમર

23y132d

હાઇએસ્ટ

208

વન ડે ક્રિકેટમાં સૌથી નાની વયે બેવડી સદી કરવાનો રેકોર્ડ ભારતીય ઓપનર શુભમન ગિલે પોતાને નામ કર્યો છે.  18 જાન્યુઆરી 2023 એ હૈદરાબાદ ખાતે ન્યૂઝીલેન્ડ વિરૂધ્ધ 208 રન કરી આ સિધ્ધ મેળવી.