સિક્કિમ એડવેન્ચર ટુરિઝમ, અવિસ્મરણીય રોમાંચ

May 16, 2023

Haresh Suthar

સિક્કિમ એટલે કુદરતી સૌદર્યનો ખજાનો. સિક્કિમ પ્રવાસ તમને ધર્મ, કુદરતી નજારો અને એડવેન્ચરનો રોમાંચ કરાવે છે

સિક્કિમમાં 28 પર્વતીય શિખરો, 80 થી વધુ ગ્લેશિયર, 227 જેટલા સરોવર, ઝરણાં અને નદીઓ વચ્ચે એડવેન્ચર ટુરિઝમ અવિસ્મરણીય રોમાંચ છે.

સિક્કિમને પર્વતોનો પ્રદેશ પણ કહેવામાં આવે છે. અહીં ખૂબ ઉપરના ભાગે ટ્રેકિંગ પ્રતિબંધિત છે છતાં વિશ્વભરમાંથી પર્વત પ્રેમીઓ અહીં આવે છે.

ટ્રેકિંગ

પર્વતારોહણના રોમાંચક અનુભવની વાત આવે તો સિક્કિમ યાદ આવ્યા વગર રહે નહીં. ઉત્તરપૂર્વીય હિમાલયના પટમાં આવેલું સિક્કિમ પર્વતોનો શ્રેષ્ઠ અનુભવ છે

પર્વતારોહણ

સિક્કિમની વધુ એક યાદગાર પળ એટલે યાક સફારી. નદી, ઝીલ અને પર્વતોની અલૌકિક દેવદૂત સુંદરતા વચ્ચે યાક સફારી એક અવિસ્મરણીય રાઇડ છે.

યાક સફારી

સિક્કિમ ના પહાડી રસ્તાઓ પર બાઇક રાઇડ કરવાનો અહેસાસ જ કંઇક અલગ છે. બરફઆચ્છિત પર્વતોનો નજારો અલૌકિક છે.

બાઇક રાઇડ

કુદરતી સૌદર્ય વચ્ચે અહીંનું કેમ્પિંગ અવિસ્મરણીય છે. અહીં ટેન્ટમાં રોકાણ કરવું એટલે જાણે કુદરતના  ખોળામાં માથું રાખવાની ખુશીનો અહેસાસ થાય છે.

રાત્રી પડાવ

ઝિપ લાઇન શોખીનો માટે અદ્ભૂત રોમાંચ છે

ઝિપ લાઇન

ક્રાફ્ટ પેરાશુટની મદદથી અહીં ઉંચી ઉડાન ભરી કુદરતી નજારો જોવા એક લ્હાવો છે

પેરાગ્લાઈડિંગ

રોપ કોર્સ પણ અહીંનું આઉટડોર એડવેન્ચર અને પડકારજનક સાહસનો અહેસાસ કરાવે છે

રોપ કોર્સ