Oct 15, 2024
દિવાળીનું વેકેશન પડવાની તૈયારી છે. આ વેકેશનમાં ફરવાનો પ્લાન બનાવ્યો હોય તો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ શકો છો. અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફરવાલાયક સ્થળો જણાવી રહ્યા છીએ.
સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં 153 મીટરના લેવલ પર વ્યૂઇંગ ગેલેરી સ્થિત છે. અહીંથી તમે આજુબાજુનો સુંદર નજારો જોઇ શકો છો.
આ ગાર્ડનમાં પ્રવાસીઓ વિવિધ પ્રજાતિના પતંગિયાઓને નિહાળી શકે છે. 10 એકરમાં ફેલાયેલા બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયાઓની 70 વિવિધ પ્રજાતિઓ તેમજ પરાગ રજકણો અને યજમાન છોડની 150 પ્રજાતિઓ આવેલી છે.
સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન 17 એકરમાં પથરાયેલું છે.
એકતા ક્રૂઝ દ્વારા પ્રવાસીઓ 6 કિમી સુધી અને 40 મિનીટ બોટિંગનો આનંદ મેળવી શકે છે. એકતા ક્રૂઝ 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે. આ ફેરી બોટ સર્વિસ માટે શ્રેષ્ઠ ભારત ભવન ખાતે અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જેટ્ટી બનાવવામાં આવેલી છે.
જુદા જુદા રોપાઓના પ્રદર્શન-વેચાણ થકી એકતાના વિચારના થીમ ઉપર 10 એકરમાં પથરાયેલ આ એકતા નર્સરી પ્રવાસીઓને આકર્ષે છે. આ નર્સરીની 10 લાખ રોપાઓ પ્રતિ વર્ષ ઉછેરવાની ક્ષમતા છે.
અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક 35,000 ચો.મી. વિસ્તારમાં પથરાયેલ છે. બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે છે.
અહીં બધા જ ખંડની ઔષધિ વનસ્પતિ, છોડ તથા વૃક્ષો છે. આ જંગલનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે મુલાકાતીને જે-તે ઝોનના કુદરતી જંગલની જ અનુભૂતિ થાય છે.
સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન 17 એકરમાં પથરાયેલું છે.
પ્રવાસીઓને કુદરતના સાનિધ્યમાં રહેવા અને સાહસિક પ્રવૃત્તિઓ કરવાનું ઉત્તમ સ્થળ છે. ઈકો-ટુરિઝમ સ્થળ 100 એકર વિસ્તારમાં પથરાયેલ છે.
3.61 એકરમાં પથરાયેલ આ વિશાળ ગાર્ડનમાં 2.41 લાખ LED લાઈટ, 31 ઝગમગતાં પ્રાણીઓ છે. રાત્રે આ વિશિષ્ટ પ્રકારના ગાર્ડનમાં ઝળહળતી રોશની યાદગાર અનુભવ કરાવે છે.
કુદરતી અજાયબી અને વન્યજીવના અભયારણ્ય એવા જંગલ સફારીની મુલાકાત લઇ શકો છો.
એડવેન્ચર કરવા માંગતા પ્રવાસીઓ માટે પણ યાદગાર છે. ગુજરાતનું એકમાત્ર રીવર રાફ્ટિંગ ઉપલબ્ધ છે. 4.5 કિમી લંબાઈ અને 9 રેપીડ ધરાવતું આ રીવર રાફ્ટિંગ યુવાનો માટે રોમાંચક અનુભવ છે.
સરદાર સરોવર ડેમ નજીક 25 એકરમાં પથરાયેલ ગાર્ડન છે. જેમાં 450 પ્રકારની કેક્ટી અને સેક્યુલન્ટસ પ્રજાતિ છે અને વિશ્વના જુદા જુદા 17 દેશોના કુલ 6 લાખ જેટલાં કેકટ્સના છોડવાઓ આવેલા છે.