May 22, 2024

Summer Tips: ઉનાળામાં એસી – કૂલર વગર ઘર ઠંડુ રાખવાની 6 ટીપ્સ

Ajay Saroya

ઉનાળાની ગરમી લોકો ઘરમાં એસી અને કૂલર વડે ગરમીમાં રાહત મેળવવાનો પ્રયાસ કરે છે.

Source: freepik

અહીં એસી અને કૂલર વગર ઘર ઠંડુગાર રાખવાની સરળ ટીપ્સ જણાવી રહ્યા છે

Source: freepik

ટેબલ પંખો

ઉનાળાની ગરમીમાં રૂમને ઠંડુ રાખવા ટેબલ ફેન સામે એક પાત્રમાં બફર ભરીને મૂકી દો. પંખાની હવા જ્યારે બફર પરથી પસાર થશે ત્યારે રૂમમાં ઠંડી અને તાજી હવા ફેલાશે

Source: freepik

એક્ઝોટ ફેન

રાતના સમયે રૂમને ઠંડુ રાખવા પંખાને ચાલુ રાખો અને બારી ખુલ્લી રાખો. તેમજ કિચન અને રૂમનો એક્ઝોટ ફોન ચાલુ કરી દો. આમ કરવાથી ઘરની અંદરની ગરમી હવા બહાર જશે અને ઠંડી હવા રૂમની અંદર આવશે

Source: freepik

ખસની ચટાઇ

ખસની ચટાઇ ઉનાળાની ગરમીમાં ઠંડી હવા ખાવાનો પરંપરાગત ઉપાય છે. રૂમના દરવાજા કે બારીમાં ખસની ચટાઇ લટકાવી તેના પર પાણી છાંટી દો. ખસ ટટ્ટી માંથી પસાર થતી હવા ઠંડી લાગશે

Source: social-media

ઝાડ અને છોડ વાવો

ઉનાળાની ગરમીમાં ઘરને ઠંડુ રાખવા માટે આસપાસ ઝાડ અને છોડ વાવો. અમુક ખાસ છોડ વાવવાથી પણ રૂમ ઠંડો રહે છે. સ્નેક પ્લાન્ટ, પીસ લિલી અને સ્પ્નાઇડર પ્લાન્ટ જેવા ઘણા છોડ છે, જે ઘરમાં રાખવાથી રૂમ ઠંડો રહે છે

Source: freepik

ધાભા પર આ સમયે પાણી છાંટો

સાંજે સૂર્યાસ્ત થયા બાદ ઘરના ધાબા પર પાણી છાંટો, તેનાથી ધાબુ ઠંડુ થશે અને રૂમમાં ગરમી ઓછી લાગશે

Source: freepik

ચાદર અને પડદાના રંગ

રૂમમાં ક્રોસ વેટિલેશન એટલે કે હવા અંદર અને બહાર જવા માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઇએ. બપોરના સમયે બારી બંધ રાખો. ઘરમાં ડાર્ક કલરની બેડશીટ કે પડદાનો ઉપયોગ કરવો નહીં. ડાર્ક કલર ગરમી ફેલાવે છે

Source: freepik