અહીં અનેક ધોધ આવેલા છે. જો તમે વોટરફોલ્સના શોખીન છો, તો તમારે પચમઢીની મુલાકાત ચોક્કસ લેવી જોઇએ, અહીં તમે બી ફોલ્સ, અપ્સરા વિહાર ફોલ્સ અને સિલ્વર ફોલ્સના સુંદર નજારાને માણી શકશો. સિલ્વર ફોલ્સ, ઉર્ફે રજત પ્રપત, 350 ફૂટની ઊંચાઈથી વહી રહ્યો છે, જ્યારે સૂર્યપ્રકાશ તેના પર પડે છે ત્યારે તે ચાંદીની પટ્ટી જેવો દેખાય છે, તેથી તેને સિલ્વર ફોલ્સ કહેવામાં આવે છે.
અહીં તમે પરિવાર અને મિત્રો સાથે આનંદદાયક સમય વિતાવવા માટે કેઓટી ધોધની મુલાકાત લઇ શકો છો. તે ભારતનો 24મો સૌથી ઊંચો ધોધ છે અને તે ખરેખર લોકપ્રિય પ્રવાસન સ્થળ છે .સૂર્યાસ્ત અને સૂર્યોદય દરમિયાન ધોધનો નજારો એટલો અદ્ભૂત હોય છે
કપિલ ધારા ધોધ નર્મદા નદીનો પ્રથમ ધોધ છે. તે અમરકંટકના નર્મદા મંદિરથી આશરે 6 કિમી દૂર છે. જેનું પાણી લગભગ 100 ફૂટની ઊંચાઈથી જબરદસ્ત ધોધ રૂપે વહે છે. અહીં નદીની પહોળાઈ લગભગ 20 થી 25 ફૂટ છે
ભારતના પ્રસિદ્ધ ધોધમાંનો એક ધુંઆધાર ધોધ છે, જે મધ્ય પ્રદેશેના જબલપુર જિલ્લામાં આવેલો છે. આ ધોધ ભેડાઘાટ પાસે નર્મદા નદી પર સ્થિત છે જેની ઊંચાઈ 30 મીટર છે. અહીં નર્મદા નદી વિશ્વ પ્રસિદ્ધ આરસના ખડકોમાંથી પસાર થાય છે જે આગળ જતાં તેનો પટ સાંકડો થાય છે અનેભેડાઘાટપાસે તે ધોધ સ્વરૂપે પડે છે. પાણીના પડવાથી ધુમ્મસ જેવી રચના થાય છે. ધુઆંધર ધોધ સુંદરતાની દ્રષ્ટિએ એક અસાધારણ સ્થળ છે, જે આખા વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. આ સ્થાન તમારા મિત્રો અને પરિવાર સાથે પિકનિક કરવા માટે પણ ઉત્તમ છે. ધોધની સામે એક વિશાળ ખુલ્લી જગ્યા છે. જબલપુર શહેરથી 25 કિમી દૂર સ્થિત, આ ધોધ તેની આકર્ષક સુંદરતાને કારણે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડ દ્વારા અહીં બોટિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.
ચાચાઈ ધોધ 130 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે અને તે મધ્યપ્રદેશના રીવા નજીક બિહાદ નદી પર સ્થિત છે. આ ધોધ મધ્ય પ્રદેશમાં બીજા ક્રમનો સૌથી ઊંચો ધોધ છે અને તેની ગણતરી ભારતના સૌથી ઊંચા સિંગલ-ડ્રોપ ધોધમાં થાય છે. તેના આકર્ષક કરિશ્મા અને સુંદરતા માટે એક સમયે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નેહરુ દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી હતી. ચાચાઈ ધોધ રીવા ખાતે 29 કિલોમીટરના અંતરે આવેલો છે
બી ફોલ્સ જેને જમુના પ્રપાત તરીકે પણ ઓળખવામાં આવે છે તે સૌથી ભવ્ય ધોધ છે અને પચમઢી બસ સ્ટેન્ડથી માત્ર 5 કિમી દૂર છે. 150 ફૂટની ઉંચાઈથી નીચે આવતા આ ધોધનું નામ બી ફોલ એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે દૂરથી આ ધોધ મધમાખી જેવો સંભળાય છે જેનું પાણી ખડકોમાંથી વહે છે અને ગૂંજતો અવાજ કરે છે
બહુતી એ મધ્યપ્રદેશનો સૌથી ઊંચો ધોધ છે. તે સેલાર નદી પર છે. તે મૌગંજની ખીણની ધારથી નીચે ધસી આવે છે અને બિહાદ નદીમાં જોડાય છે, જે તમસા અથવા તોન્સ નદીની ઉપનદી છે. તે ચાચાઈ ધોધ પાસે છે. તેની ઊંચાઈ 198 મીટર (650 ફૂટ) છે. બહુતી વોટરફોલ હાઇવે સાથે સારી રીતે જોડાયેલ છે
અપ્સરા વિહાર ધોધ એ માત્ર 10-મિનિટનું ઉતાર-ચઢાવના અંતરે છે અને પંચમઢીમાં એક અવશ્ય જોવા લાયક ધોધ છે. એવું માનવામાં આવે છે કે બ્રિટિશ યુગ દરમિયાન, બ્રિટિશ મહિલાઓ અહીં સ્નાન કરતી હતી. મહિલાઓ ફેર એટલે કે સ્વરૂપવાન હોવાથી સ્થાનિક લોકો તેમને અપ્સરાઓ માનતા હતા અને તેથી આ પૂલનું નામ અપ્સરા વિહાર રાખવામાં આવ્યું હતું.