ગુજરાતમાં હિલ સ્ટેશનની વાત આવે ત્યારે સાપુતારાનું નામ પહેલું આવે છે. પરંતુ ગુજરાતમાં જામનગર શહેરમાં ફરવા માટે અનેક સ્થળો આવેલા છે.
જામનગરમાં અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. પરંતુ તમે જામનગર પાસે આવેલા હિલ સ્ટેશનની પણ મુલાકાત લઈ શકો છો.
જામનગર પાસે આવેલા હિલ સ્ટેશનનું નામ છે. આભાપરા હિલ સ્ટેશન. જેની સુંદરતા દરેકને મંત્રમુગ્ઘ કરનારી છે.
આભાપરા હિલ સ્ટેશનના દર્શ્યોની વાત કરીએ તો અહીં ખુબ જ શાનદાર દ્રશ્યો છે.
આ હિલ સ્ટેશન ટૂરિસ્ટો માટે નેચરલ બ્યૂટી એટલે કે કૂદરતી સૌંદર્યના કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં શાંતિનો પણ અહેસાસ થાય છે.
આભાપરા હિલ સ્ટેશનની ટ્રીપ એકદમ પરફેક્ટ સાબિત થઈ શકે છે. અહીં તમને શાનદાર અનુભવ મળશે.
જામનગરથી આભાપરા હિલ સ્ટેશનના અંતરની વાત કરીએ તો બંને વચ્ચેનું અંતર આશરે 89.6 કિલોમિટર જેટલું થાય છે.