અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના 13 દિવસ બાદ આજે ધરતી પર વાપસી કરશે. સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ તેમને લઈ પૃથ્વી પર આગળ વધી રહ્યું છે.
સુનિતા વિલિયમ્સ વિશે અમે અહીં તમને રસપ્રદ માહિતી શેર કરી રહ્યા છીએ.
સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળના અમેરિકી અંતરિક્ષ યાત્રી છે.
સુનિતા વિલિયમ્સના પિતા ડો.દિપક પંડ્યા મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના વતની છે.
સુનિતા વિલિયમ્સના માતા બોની જાલોકર પંડ્યા સ્લોવેનિયાના છે.સુનિતા પંડ્યા વિલિયમ્સનો એક ભાઇ જય થોમસ પંડ્યા અને મોટી બહેન ડાયના પંડ્યા છે.
સુનિતાના પિતા ડો.દિપક પંડ્યા 1958માં અમદાવાદથી અમેરિકાના બોસ્ટનમાં આવી વસ્યા હતા. સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965 માં અમેરિકાના ઓહાયો રાજ્યના યૂક્લિડ શહેરમાં થયો હતો.
સુનિતા વિલિયમ્સના લગ્ન માઇકલ જે વિલિયમ્સ સાથે થયા છે.
ભારત સરકાર દ્વારા સુનિતા વિલિયમ્સને વર્ષ 2008 માં પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
મહિલા અંતરિક્ષ યાત્રી તરીકે સૌથી વધારે અંતરિક્ષમાં રહેવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો
મૈસાયુસેટ્સથી હાઇસ્કૂલ પાસ કર્યા બાદ 1987 માં સંયુક્ત રાષ્ટ્રની નૌસૈનિક એકેડેમીમાંથી ફિઝિકલ સાયન્સમાં બીએસ કર્યું હતું. વર્ષ 1995 માં ફ્લોરિડા સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતેથી એંજિનિયરિંગ મેનેજમેન્ટમાં એમ.એસ કર્યું હતું.