ઉઠો, જાગો  અને  ધ્યેય પ્રાપ્તિ  સુધી  મંડ્યા રહો

Dec 13, 2022

Haresh Suthar

જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ ન કરો ત્યાં સુધી ભગવાન પણ તમારા પર વિશ્વાસ નથી કરી શકતા.

પ્રયત્ન કરતા રહો, જ્યારે તમને ચારેકોર અંધકાર જ અંધકાર દેખાય તો પણ પ્રયત્ન કરતા રહો...

કોઇ પણ  સંજોગોમાં  હિંમત હારશો નહીં.  બસ પ્રયત્ન કરતા રહો,  તમને તમારૂ લક્ષ્ય જરૂર મળશે, તેમાં કોઇ શંકાને સ્થાન નથી. 

જેવું તમે   વિચારો છો  તેવા તમે બની જશો.  જો તમે ખુદને કમજોર સમજો છો તો તમે કમજોર બની જશો. જો તમે પોતાને શક્તિશાળી સમજો છો તો તમે શક્તિશાળી બની જશો

જે થવાનું હતું  તે થઇ ગયું હવે જે થશે તે સારૂ જ થશે બસ આ સમજીને ચાલો, જિંદગીને તાકાત મળી જશે.

જે સમયે જે કામ કરવાનું નક્કી કરો તે જ સમયે તે કામ પુરૂ કરવાનું રાખો. નહીંતર લોકોનો તમારા પ્રત્યેથી વિશ્વાસ ઉઠી જશે

પોતાના પર  ભરોસો રાખો, અડગ રહો અને મજબુત બનો, આપણને એની જ જરૂર છે.

સત્યને  હજાર રીતે મારી મરડીને રજુ કરવામાં આવે પણ છેવટે તો સત્ય સત્ય જ રહે છે.

જે સમયે જે કામ કરવાનું નક્કી કરો તે જ સમયે તે કામ પુરૂ કરવાનું રાખો. નહીંતર લોકોનો તમારા પ્રત્યેથી વિશ્વાસ ઉઠી જશે