ઘણી વખત લોકો ઘરની સફાઈ કરતી વખતે સ્વિચ બોર્ડ સાફ કરવાનું ભુલી જાય છે. મેલ જમા થતા લાંબા ગાળે સ્વીચબોર્ડ કાળા થવા લાગે છે. સ્વીચ બોર્ડ સાફ કરતી વખતે ઇલેક્ટ્રિક ઝટકો ન લાગે તેની સાવધાની રાખવી જરૂરી છે.
સ્વીચ બોર્ડ સાફ કરવા અહીં 3 સરળ ટીપ્સ આપી છે. જેની મદદથી તમે મિનિટોમાં ગંદા સ્વીચ બોર્ડ સાફ કરી શકશો. માત્ર ગંદકી જ દૂર નહીં કરે, પણ જુના સ્વીચ બોર્ડ નવા જેમ ચમકવા લાગશે.
ઘરે ઇલેક્ટ્રિકલ સ્વીચ બોર્ડ પરની સ્વીચ સાફ કરવા માટે થીનર અથવા નેઇલ પેઇન્ટ રિમૂવરનો ઉપયોગ કરી શકાય છે. આ બન્નેમાં રહેલ એસિડ ગંદકી દૂર કરે છે. તેનો ઉપયોગ કરવા માટે, કાપડના ટુકડાને નેઇલ પેઇન્ટ રિમૂવર અથવા થીનરમાં બોળી સ્વીચ બોર્ડ પર લગાવો. ત્યાર બાદ સ્વીચ બોર્ડને સાફ કપડાથી લૂછી લો.
ગંદકીને કારણે કાળા પડી ગયેલા સ્વીચ બોર્ડ સાફ કરવા માટે તમે બેકિંગ સોડા અને લીંબુનો રસ પણ વાપરી શકો છો. આ માટે એક બાઉલમાં બેકિંગ સોડા અને લીંબુનો રસ મિક્સ કરી જાડી પેસ્ટ તૈયાર કરો. તેને બ્રશ વડે સ્વીચ બોર્ડ પર લગાવી થોડીક મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ તેને સાફ કપડા વડે ઘસીને સાફ કરી લો. સ્વીચ બોર્ડ નવા જેવા ચમકવા લાગશે.
પીળા પડી ગયેલા સ્વીચ બોર્ડને સાફ કરવા માટે એક કપ પાણીમાં બે ચમચી વિનેગર અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. ટૂથ બ્રશ અથવા સુતરાઉ કાપડ વડે આ મિશ્રણને સ્વીચ બોર્ડ પર સારી રીતે ઘસો. આમ કરવાથી હઠીલા ડાઘ પણ દૂર થઈ જશે. તમારું સ્વીચ બોર્ડ સાફ થઇ જશે.
સ્વીચ બોર્ડ સાફ કરતી વખતે ઘરમાં વીજ પ્રવાહ બંધ રાખવો કરંટ ન લાગે. પગમાં રબરના સ્લિપર પહેરવા જોઇએ. તેમજ ભીના હાથે ક્યારેય સ્વીચ બોર્ડને અડવું નહીં.