Apr 03, 2025

અમદાવાદ નજીક છે આ ‘હિલ’, મુલાકાત કરો મજા આવશે

Ajay Saroya

હિલ સ્ટેશન

ગુજરાતમાં સાપુતારાને બાદ કરતા હિલ સ્ટેશન બહુ ઓછા છે. જો કે વનડે પિકનિક કે ટ્રેકિંગ જેવી એડવેન્ચર એક્ટિવ માટે ઉત્તર ગુજરાતમાં એક પ્રસિદ્ધ સ્થળ છે

Source: social-media

તારંગા હિલ ક્યાં આવેલું છે?

તારંગા હિલ ગુજરાતના મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ છે. તારંગા હિલ અમદાવાદથી 130 કિમી અને મહેસાણાથી 81 કિમી દૂર છે. તારંગા હિલ થી અંબાજી મંદિર 51 કિમી દૂર આવેલું છે.

Source: social-media

તારંગા હિલ ધાર્મિક મહત્વ

તારંગા હિલ અરવલ્લી પર્વતમાળાનો જ એક ભાગ છે. તારંગા હિલ જૈન અને બૌદ્ધ ધર્મના ઘણા મંદિરો આવેલા છે. અહીં બારમી સદીમાં સોલંકી રાજા કુમારપાળે ભગવાન અજિતનાથના એક ખૂબ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

Source: social-media

તારંગા હિલ પ્રવાસ

તારંગા હિલ પર ચઢવા માટે પગથિયા છે. તારંગા હિલ પર પ્રાચીન તરણા માતાને સમર્પિત મંદિર છો. અહી એક ગુફામાં ધ્યાન મુદ્રામાં બેઠેલા ગૌતમ બુદ્ધની સુંદર મૂર્તિ પણ જોઇ શકાય છે. ત્યાં એક તળાવ પણ છે.

Source: social-media

તારંગા હિલનું કુદરતી સૌદર્ય

તારંગા હિલ પર ખડકના ઉંચા પહાડ, લીલાચમ જંગલ, નીરવ શાંતિ વચ્ચે પક્ષીઓનો કલરવ, શહેરી વિસ્તારથી દુર કુદરતના ખોળે આવી પ્રવાસીઓ શાંતિ અનુભવે છે.

Source: social-media

તારંગા હિલ પર ટ્રેકિંગનો રોમાંચ

તારંગા હિલ ટ્રેકિંગ અને કેમ્પિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ માટે શ્રેષ્ઠ સ્થળ છે. અહીં પ્રવાસીઓ પગથિયા ચઢીને પહાડની ટોચ સુધી પહોંચ છે. આ દરમિયાન પર્વત, જંગલનો સુંદર નજારો માણવા મળે છે.

Source: social-media

સૂર્યાસ્તનો નજારો

તારંગા હિલ પરથી આથમતા સૂર્યાસ્તનો નજારો જોવો ખરેખર યાદગાર બની રહે છે.

Source: social-media

તારંગા હિલ આસપાસ જોવાલાયક સ્થળ

તારંગા હિલ નજીક જોવાલાયક ઘણા સ્થળો છે. તારંગા હિલ થી પ્રસિદ્ધ અંબાજી મંદિર 51 કિમી દૂર છે. નજીકમાં ધરોઇ ડેમ પણ જોવાલાયક છે.

Source: social-media

તાંરગા હિલ સ્ટેશન

ચોમાસાના વરસાદ બાદ તારંગા હિલ સોળે કળાએ ખીલી ઉઠે છે. વાદળો અને વરસાદ વચ્ચે તારંગા હિલ પર ટ્રેકિંગનો અનુભવે યાદગાર રહે છે.

Source: social-media

તારંગા હિલ વન્ય અભ્યારણ

તારંગા હિલ નજીક વન્ય અભ્યારણ છે. અહીં વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે.

Source: social-media

Source: social-media