Nov 27, 2024
ઓછા ખર્ચ અમદાવાદમાં પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવો લગ્ન દરેક વ્યક્તિ માટે જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય હોય છે. લગ્નના વિવિધ પ્રસંગના ફોટોશૂટ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવે છે. જેમા લગ્ન પહેલા પ્રી વેડિંગ ફોટોશૂટનો ટ્રેન્ડ છે.
જો તમે પ્રી વેડિંગ શૂટ કરાવવા માંગો છો તો ગોવા, જયપુર કે શિમલા મનાલી જવાનો ખર્ચ કરવાની જરૂર નથી. અહીં અમદાવાદમાં પ્રી વેડિંગ ફોટોશૂટ માટે શ્રેષ્ઠ 10 સ્થળો વિશે જાણકારી આપવામાં આવી છે.
અડાલજ વાવ અમદાવાદનું ઐતિહાસિક સ્થળ છે. અદભુત કોતરણી અને સ્થાપત્યશૈલીના કારણે અડાલજ વાવ પ્રી વેડિંગ ફોટોશુટ માટે શ્રેષ્ઠ લોકેશન છે.
સાબરમતી નદી પર રિવરફ્રન્ટ અને અટલબ્રિજ પણ પ્રી વેડિંગ ફોટોશૂટ માટે શ્રેષ્ઠ સ્થળ છે. નદી કિનારાનો સૂર્યોદય અને સાંજના સમયે લાઇટિંગ વચ્ચે પ્રી વેડિંગ શૂટના ફોટા અદભૂત લાગે છે.
સરખેજ રોજા ઐતિહાસિક સ્થળ છે. નાનું તળાવ અને સુંદર કોતરણી ઇતિહાસ પ્રેમી યુગલો માટે સરખેજ રોજામાં પ્રી વેડિંગ શૂટ યાદગાર બની રહે છે.
થોળ પક્ષી અભ્યારણમાં તળાવ અને લીલાછમ વૃક્ષોના કુદરતી સૌંદર્ય વચ્ચે પ્રી વેડિંગ ફોટોશૂટ યાદગાર બની રહે છે.
સાયન્સ સીટી પરણ પ્રી વેડિંગ શૂટ માટે ઉત્તમ લોકેશન છે.
અમદાવાદની પોળ પ્રી વેડિંગ ફોટોશૂટ માટે બેસ્ટ લોકેશન છે. ટ્રેડિશનલ અને હિસ્ટ્રોકલ માહોલના લીધે અમદાવાદની પોળમાં પડાવેલા ફોટા બહુ જ જીવંત લાગે છે.
જાડેશ્વર અમદાવાદનો સૌથી મોટો બગીચો છે. વિશાળ જગ્યામાં ફેલાયેલા આ બગીચાની અંદર કૃત્રિમ તળાવ, નાનો પુલ અને સંખ્યાબંધ છોડ અને વૃક્ષો વચ્ચે પ્રી વેડિંગ ફોટોશૂટ આકર્ષક બની રહે છે.
પરિમલ ગાર્ડન અને લો ગાર્ડન અમદાવાદના પ્રખ્યાત બગીચા છે. અહીં લીલાછમ છોડ અને વૃક્ષો વચ્ચે પ્રી વેડિંગ ફોટોશૂટ અદભૂત રહે છે.
લુફા બુલોસો (Lafabloso) અમદાવાદમાં પ્રી વેડિંગ ફોટોશૂટ માટે બેસ્ટ લોકેશન છે. અહીં વિવિધ થીમ બેઝ્ડ ફોટોશૂટ કરવાની તક મળે છે.