May 16, 2025
ગુજરાતના લોકો ફરવાના બહુ શોખીન છે. ગુજરાતમાં ઘણા જોવાલાયક સ્થળો છે. જો તમે ગુજરાતમાં રહો છો તો તમારે આ પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેવ જ જોઇએ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે. અહીં ભારતના સ્વતંત્રતા સેનાની સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર ઉંચાઇ ધરાવતી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. નર્મદા ડેમની સામે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જોવાલાયક ઘણા સ્થળો છે.
ગુજરાતનું સોમનાથ મંદિર ભગવાન શંકરના 12 જ્યોર્તિલિંગ મંદિરોમાં પ્રથમ છે. દરિયા કિનારે પ્રભાસ પાટણ વિસ્તારમાં સ્થિત સોમનાથ મંદિરની સ્થાપના ચંદ્ર દેવે કરી હોવાનું મનાય છે. ગીરનાથ તળિયેથી અંબાજી મંદિર સુધી રોપવેની સુવિધા ઉપલબ્ધ છે.
દ્વારકાધીશ મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત મંદિર છે. 7 માળ અને 60 સ્તંભો પર અડીખમ મૂળ જગત મંદિરનું નિર્માણ શ્રીકૃષ્ણના પૌત્ર વજ્રનાભે કરાવ્યું હતું. હાલનું મંદિર 16મી સદીનું છે. મંદિરમાં શ્યામ પાષમની ભગવાન શ્રીકૃષ્ણની ચતુર્ભુજ મૂર્તિના દર્શન થાય છે.
ગુજરાતનું સૌથી ઉંચો પર્વત ગીરનાર તીર્થધામ છે. ગિરનાર પર્વતની ઉંચાઇ 3672 ફુટ છે. 9999 પગથિયાં ચઢીને ગુરુ દત્તાત્રેય મંદિર સુધી પહોંચી શકાય છે. ગીરનાર પર્વત પર ગુરુ શિખર, અંબાજી મંદિર સહિત ઘણા પ્રાચીન મંદિરો અને જૈન દેરાસરો આવેલા છે.
પોળોના જંગલ ગુજરાતના સાબરકાંઠામાં આવેલું એક સ્થળ છે જ્યાં પ્રવાસીઓ કુદરતી સુંદરતા અને ટ્રેકિંગ કેમ્પિંગનો આનંદ માણી શકે છે. હરણાવ નદી કિનારે આવેલ પોળોના જંગલમાં ઘણા પ્રાચીન મંદિો, શિલાલેખ, વન્ય પશુ પ્રાણીઓ જોવાનો આનંદ માણે છે.
પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢ મહાકાળી મંદિર 52 શક્તિપીઠમાં સામેલ છે. અહીં દેવી સતીનો અંગુઠો પડ્યો હોવાનું મનાય છે. 822 મીટર ઉંચા પાવાગઢ પર્વતની ટોચ પર મહાકાળી માતાજીના શિખર સુધી પહોંચવા આશરે 1500 પગથિયા ચડવા પડે છે. દર્શનાર્થીઓની સુવિધા માટે રોપવે સુવિધા પણ છે.
ડાંગમાં આવેલું સાપુતારા ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન છે. સહ્યાદી પર્વતમાળામાં વસેલા સાપુતારા હિલ સ્ટેશન પર ઉનાળામાં તાપમાન નીચું રહે છે અને ચોમાસાના વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠે છે.
કચ્છનું રણ ગુજરાતનું વિશિષ્ટ ભૌગોલિક સ્થળ છે. કચ્છમાં દર વર્ષે શિયાળામાં રણોત્સવ યોજાય છે, જેમા સફેદ મીઠાના કણથી બનેલા સફેદ રણનો સુંદર નજારો અને કચ્છના લોકજીવન સંસ્કૃતિને પ્રવાસીઓ નજીકથી નિહાળે છે.
ગાંધનગર અડાલજ વાવ 500 વર્ષ જૂનું ઐતિહાસિક સ્થાપિત છે, જે યુનેસ્કો હેરિટેજ યાદીમાં સામેલ છે. 5 માળ ઉંડી અડાલજ વાવનું નિર્માણ રૂડીબાઇએ પતિની યાદીમાં 5 લાખ રૂપિયાના ખર્ચે કરાવ્યું હતું. સુંદર કોતરણી અને મજબૂત બાંધકામ ધરાવતી અડાલજ વાવ ભારત સરકાર દ્વારા સુરક્ષિત સ્થળ છે.