દુનિયાના સૌથી ખતરનાક 10 પેટ ડોગ, માલિકને પણ બક્ષતા નથી

Jun 04, 2025, 12:05 PM

દુનિયાના સૌથી ખતરનાક કુતરા

આજકાલ ઘણા કુતરા એટલે કે ડોગ પાળવાનો વધ્યો હોય છે. જો કે કુતરા પાળવાનો શોખ અન્ય લોકો માટે ખતરનાક બની શકે છે. ઘણી વખત પાલેળા કુતરાઓએ માલિક કે અન્ય લોકો પર હુમલો કર્યો હોવાની ઘટનાઓના સમાચાર આવતા રહે છે. જો તમે કુતરા પાળવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલા આ સમાચારને પૂરી રીતે વાંચી લો.

સૌથી ખતરનાક 10 પેટ ડોગ

અહીં અમે તમને 10 સૌથી ખતરનાક કૂતરાની બ્રીડ્સ વિશે જણાવી રહ્યા છીએ. આ કુતરા ખતરનાક હોય છે કે જો તેમને ગુસ્સો આવે તો પોતાના માલિકને પણ કરડી શકે છે. તેમનો સ્વભાવ અતિશય ગુસ્સાવાળો હોય છે. આથી આવા કુતરાને ઘણી તાલીમ આપવાની જરૂર હોય છે.

પીટ બુલ : Pit Bulls

દુનિયાના સૌથી ખતરનાક ડોગ બ્રિડ્સની વાત કરવામાં આવે તો સૌથી પહેલું નામ પિટ બુલ આવે છે. આ બ્રિડ્સ લડવા અને શિકાર માટે જાણીતી છે. લોકો પિટ બુલના વિશાળ, મજબૂત શરીરને જોઈને જ ડરી જાય છે.

રોટ વીલર : Rott Weiler

રોટ વીલર ખૂબ જ ખતરનાક શ્વાનની બ્રિડ્સ છે. ઘણા દેશોમાં આ મોટા શરીરવાળા કૂતરાને ઉછેરવા પર પ્રતિબંધ છે. ભારતમાં લોકો તેને ઉછેરવાનું પસંદ કરે છે. તે ખૂબ જ શક્તિશાળી હોય છે. તેનું વજન લગભગ 35થી 50 કિલો જેટલું હોય છે.

જર્મન શેફર્ડ : German Shepherd

જર્મન શેફર્ડ બ્રિડ્સના કૂતરા મોટે ભાગે પોલીસ વિભાગની નજીક જોવા મળશે. તે શક્તિશાળી હોવાની સાથે સાથે ખૂબ જ તીક્ષ્ણ મગજ પણ ધરાવે છે. તેમનું વજન 30થી 40 કિલો જેટલું હોય છે.

ડોબરમેન પિન્સર : Doberman Pinscher

ઘણા લોકો ડોબરમેન પિન્સરને ઉછેરવાનું ખૂબ જ પસંદ કરે છે. તેઓ અજાણ્યા લોકો માટે ખૂબ જોખમી છે. તેમની પીઠ સીધી હોય છે. લોકો તેનો ઉપયોગ રક્ષક કૂતરા તરીકે કરે છે.

અમેરિકન બુલડોગ : American Bulldog

અમેરિકન બુલડોગ ખૂબ જ મજબૂત બ્રિડ્સ છે. જ્યારે તે હુમલો કરે છે ત્યારે સારા સારા વ્યક્તિઓને પરસેવો છુટી જાય છે. ઘણા લોકો તેમને ઘરોમાં રાખવાનું પણ પસંદ કરે છે. તેમને તાલીમ આપીને ઘણું શીખવી શકાય છે.

ગ્રેટ ડેન : Great Dane

ગ્રેટ ડેનનું વજન 90 કિલો સુધી પહોંચી જાય છે. આ બ્રિડ્સના ડોગ બહુ જોખમી હોય છે. તેમનો સ્વભાવ એકદમ આક્રમક હોય છે. તેમને કિલિંગ મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે.

બોક્સર ડોગ : Boxer Dog

બોક્સર ડોગના જડબાં એટલા ખતરનાક હોય છે કે તેઓ માત્ર 10 મિનિટમાં જ કોઈ પણ વ્યક્તિને પોતાના જડબાથી પતાવી શકે છે. એટલા માટે તેમને શિકારી પણ કહેવામાં આવે છે.

સાઇબેરીયન હસ્કી : Siberian Husky

સાઇબેરીયન હસ્કીની હરકત શિયાળ જેવી હોય છે. તે દેખાવમાં પણ વરુ જેવો જ હોય છે. તેઓ ખૂબ જ શક્તિશાળી હોય છે. તેમને શિકાર કરવો ગમે છે.

બુલમાસ્ટિફ બ્રીડ : Bullmastiff Dog

બુલમાસ્ટિફ બ્રિડના કુરતા બુહ જ નીડર હોય છે. આ ઘરની સુરક્ષા માટે રાખવામાં આવે છે. આ બ્રિડના કુતરાને નાનપણથી જ તાલીમ આપવામાં આવે છે. તેમને બહારના લોકો પસંદ નથી આવતા.

વુલ્ફ ડોગ હાઇબ્રિડ : Wolf Dog Hybrid

વુલ્ફ ડોગ હાઇબ્રિડ એ વરુ અને કૂતરાના વર્ણશંકરના કારણે ઘણીવાર આક્રમક બની જાય છે. આવી પ્રજાતિના કુરતાને સાચવવા પડકારજનક હોઈ શકે છે.