ડ્રાઇવિંગ કરતી વખતે કરશો આ ભૂલ તો કાર બની જશે ભંગાર
ડ્રાઇવિંગ કરતી વખતે કરશો આ ભૂલ તો કાર બની જશે ભંગાર
Dec 15, 2022
Ajay Saroya
ઘણા લોકોનું ડ્રાઇવિંગ બહુ જ ખરાબ હોય છે, જે વાહન ચાલકની સાથે સાથે અન્ય લોકો માટે પણ જોખમી બને છે
અમે તમને વાહન ચલાવવા સંબંધિત કેટલીક ટ્રિક વિશે જણાવીશું, જેનો અમલ કરીને તમે કારની લાઇફ વધારી શકો છો
સ્પીડ બમ્પ, ખાડા અને ખરાબ રસ્તાઓ કારના સ્ટિયરિંગ કન્ટ્રોલ પર નકારાત્મક અસર કરે છે. ખરાબ રસ્તાઓ પરથી પસાર થતી વખતે કાર ધીમી હંકારવી જોઇએ
કાર પર વજનનો લોડ પડવાથી ફ્યૂઅલની વપરાશ પણ વધશે અને સ્પેરપાર્ટ્સ પર ખરાબ થઇ શકે છે. વધારે પડતું વજન કારની કન્ડિશન બગાડી શકે છે
સ્પીડમાં કાર ચલાવવાથી ફ્યૂઅલ વધારે વપરાય છે. વધારે પડતી સ્પીડ એન્જિન, ટાયર અને ટ્રાન્સમિશન પર દબાણ કરે છે. તેનાથી વાહનના સ્પેરપાર્ટ્સ બહુ જલ્દી ગરમ થઇ જાય છે
સ્પીડમાં કાર ચલાવવાથી ફ્યૂઅલ વધારે વપરાય છે. વધારે પડતી સ્પીડ એન્જિન, ટાયર અને ટ્રાન્સમિશન પર દબાણ કરે છે. તેનાથી વાહનના સ્પેરપાર્ટ્સ બહુ જલ્દી ગરમ થઇ જાય છે
જો તમે કારને સંપૂર્ણપણે રોકવાની પહેલા જ બેક ગિયરમાં નાંખો છો, તો તે એન્જિન અને ટ્રાન્સમિશન પર દબાણ કરે છે. આથી કાર બરાબર રોકાય જાય ત્યારબાદ જ બેક ગિયરમાં નાંખો
લાંબી મુસાફરી કારની કન્ડિશનને સારી રાખે છે અને કારનું તાપમાન વધારે છે
નિયમિત કાર ચલાવવાથી એન્જિનમાં ઓઇલનું સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે અને સારું માઇલેજ આપે છે. ઉપરાંત કારની લાઇફ પણ વધે છે
જ્યારે તમે કારની હેન્ડ ગિયરસ્ટિક પર હાથ મૂકો છો ત્યારે તેના પર દબાણ આવે છે, તેનાથી ગિયરસ્ટિકને પણ નુકસાન થવાની શક્યતા રહે છે