Jun 16, 2024

10 Safety tips for rainy season : વરસાદી સિઝનમાં ટુ વ્હિકલ સેફ્ટી માટેના 10 પોઇન્ટ

Ajay Saroya

બાઇક અને એક્ટિવ મોટાભાગના લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ટુ વ્હીલર છે. ચોમાસાના વરસાદમાં ટુ વ્હીલર ચલાવવું બહુ મુશ્કેલ હોય છે.

Source: express-photo

ચોમાસામાં ટુ વ્હીલર મેન્ટેનન્સ ટીપ્સ

ચોમાસાના વરસાદમાં ટુ વ્હીલર સ્લીપ થવાનું કે બંધ થવાનું જોખમ રહે છે. વરસાદમાં ટુ વ્હીકલ લઇ જવાની પહેલા અમુક બાબતનું ધ્યાન રાખવાથી બાઇક અને એક્ટિવા બંધ થવાનું જોખમ રહેતું નથી.

Source: freepik

ટાયરની કન્ડિશન તપાસો

ટાયર કોઇ પર વાહનનો મહત્વનો પાર્ટસ છે. ટાયરની કન્ડિશન સારી હશે તો બાઇક સ્પીડમાં સારી રીતે દોડશે. જો ટાયર વધુ ધસાયેલા હશે તો ગ્રીપ આવશે નહીં, પરિણામ બાઇક સ્લીપ થવાનું જોખમ રહે છે. આથી જો બાઇકના ટાયર વધારે જૂના કે ઘસાઇ ગયા હોય તો સત્વરે બદલાવી લેવા જોઇએ.

Source: freepik

ટાયરનું પ્રેશર ચેક કરો

ટાયરનું પ્રેશર બરાબર હશે તો ટુ વ્હીલર બરાબર દોડશે. ચોમાસું હોય કે શિયાળો - ઉનાળો હંમેશા વાહનમાં એર પ્રેશર બરાબર રાખવું જોઇએ. સમયાંત્તર ટાયર પ્રેશર ચેક કરાવો. જો એર પ્રેશર બરાબર નહીં હોય તો ટાયરને વધારે ઘસારો લાગશે.

Source: express-photo

સ્પાર્ક પ્લગ ચેક કરો

મોટાભાગના લોકો એન્જિનના સ્પાર્ક પ્લગ ચેક કરતા નથી. હકીકતમાં 1500 થી 2000 કિમી ડ્રાઇવ કર્યા બાદ સ્પાર્ક પ્લગ બદલી નાંખો જોઇએ. ઘણી વખત સ્પાર્ક પ્લગમાં કાર્બન જમા થવાથી એન્જિન સ્ટાર્ટ થતુ નથી. દર 300 થી 500 કિમી ડ્રાઇવ કર્યા બાદ સ્પાર્ક પ્લગ સાફ કરો. સંભવ હોય તો એક એક્સ્ટ્રા પ્લગ સાથે રાખવો.

Source: freepik

એર ફિલ્ટર બદલવાનું ભૂલશો નહીં

બાઇકના એર ફિલ્ટરને નજર અંદાજ કરવું મોંઘું પડી શકે છે. જો બાઇક વધારે ચાલતી હોય તો એર ફિલ્ટર સૌથી વધુ ગંદુ અને ખરાબ થાય છે. આથી સમયાંત્તર એર ફિલ્ટરની સફાઇ કરવી જોઇએ અને જરૂર પડે તો બદલી નાંખવું જોઇએ, જેથી બ્રેક ડાઉનની સમસ્યા ન સર્જાય.

Source: freepik

એન્જિન ઓઇલ બદલો

બાઇકનું એન્જિન ઓઇલ સમયાંતરે ચેન્જ કરાવી લેવું જોઇએ. સામાન્ય રીતે 1500થી 2000 કિમી ચાલ્યા બાદ એન્જિન ઓઇલ ચેન્જ કરાવી લેવું જોઇએ. એન્જિન ઓઇલ ચેન્જ કરાવવીથી એન્જિનની કાર્યક્ષમતા સુધરે છે.

Source: freepik

બાઇક માટે વોટરપ્રુફ કવર ખરીદો

ચોમાસાના વરસાદમાં બાઇકને સુરક્ષિત રાખવાનો સરળ ઉપાય છે વોટરપ્રફુ કવર. વરસાદમાં પલળવાથી બાઇકમાં ખામી સર્જાવાનું જોખમ રહે છે. આથી ચોમાસમાં બાઇકને ખુલ્લી જગ્યામાં પાર્ક કરવાના બદલે શેડ વાળી જગ્યામાં પાર્ક કરવી સાથે સાથે વોટરપ્રુફ કવર વડે ઢાંકી દો.

Source: freepik

લાઇટ અને વાઇરિંગ અને બેટરી ચેક કરો

વરસાદ શરૂ થાય તેની પહેલા જ ટુ વ્હીલરની સર્વિસ કરાવી લેવી જોઇએ. સર્વિસમાં બાઇકની હેડ લાઇટ અને સાઇડ લાઇટ પર બરાબર કામ કરે છે કે તે ચેક કરાવી જોઇએ. આ સાથે જ બાઇકમાં વાયરિંગ બરાબર છે કે તે પણ ચકાસી લો. ઉપરાંત બેટરી ફુલ ચાર્જ છે કે નહીં તે તપાસ કરાવી લો. જરૂર પડે તો નવી બેટરી લગાવી દો.

Source: freepik

ઉંડા પાણીમાં બાઇક ચલાવવી નહીં

ચોમાસાના વરસાદમાં સાવધાની પૂર્વક બાઇક ચલાવવી જોઇએ. જો રોડ રસ્તા પર પાણી ભરાઇ ગયા હોય તો બાઇક ચલાવવાનું જોખમ લેવું જોઇએ નહીં. ઉંડા પાણીમાં ગાડી ચલાવવાથી એન્જિનમાં પાણી ધુસવાનું જોખમ રહે છે અને વાહન બંધ થવાની શક્યતા રહે છે.

Source: express-photo

હેલ્મેટ પહેરો

હેલ્મેટ ટુ વ્હીલર ચલાવતી વખતે જરૂર પહેરવું જોઇએ. અકસ્માત દરમિયાન હેલ્મેટ જીંદગી બચાવી શકે છે. આથી ચોમાસામાં બાઇક ચલાવતી વખતે હેલ્મેટ જરૂર પહેરો. તેમજ હેલ્મેટના વાઇઝર ખરાબ થઇ જાય હોય, ઝાંખુ દેખાતુ હોય કે સ્ક્રેચ પડી ગયા હોય તો બદલાવી લો.

Source: freepik

Source: freepik