મેહાકુંભ મેળો 2025 પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી થી 26 ફેબ્રુઆરી સુધી યોજાવાનો છે.
ગંગા નદી કિનારે આવેલું આ મંદિર સંકટમોચર હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર છે. માન્યતા મુજબ સંત સમર્થ ગુરુ રામદાસ જીએ અહીં હનુમાન જીની મૂર્તિ સ્થાપિત કરી હતી. અહીં નવ ગ્રહ મૂર્તિના પણ દર્શન કરી શકાય છે.
આ મહાકુંભ મેળાવામાં પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં કરોડો લોકો ગંગા સ્નાન કરશે. ગંગા સ્નાન કરવાની સાથે પ્રયાગરાજના 10 દર્શનિય સ્થળની મુલાકાત વગર આ યાત્રા અધુરી રહેશે.
પ્રયાગરાજનું આ ઐતિહાસિક મંદિર મહાકુંભ 2025 દરમિયાન નવા સ્વરૂપમાં જોવા મળશે. મંદિરની પ્રાચીન વાસ્તુકલા અને આધુનિક ડિઝાઇનનું સંગમ તેને અદ્વિતિય ધાર્મિક સ્થળ બનાવશે.
આલોપિબાગ ક્ષેત્રમાં આવેલું આ મંદિર ત્રિવેણી સંગમથી લગભગ 3 કિમી દૂર છે. આ મંદિર ભક્તોની ઉંડી આસ્થાનું પ્રતિક છે.
દક્ષિણ ભારતીય શૈલીમાં નિર્મિત તે 130 ફુટ ઉંચું મંદિર અદભુત સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં આદિ શંકરાચાર્ય, કામાક્ષી દેવી, તિરૂપતિ બાલાજી અને સહસ્ત્રયોગ લિંગની દિવ્ય પ્રતિમા સ્થાપિત છે.
દારાગંજમાં આવેલું આ મંદિર શાલીગ્રામ પથ્થર માંથી બનેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ માટે પ્રસિદ્ધ છે. આ મંદિર પ્રયાગરાજનું સૌથી દર્શનિય સ્થળ છે. આ મંદિરમાં દર્શન કર્યા વગર પંચકોશી યાત્રા અધુરી માનવામાં આવે છે.
ભારતની સ્વતંત્રતાની લડાઇનું સાક્ષી આનંદ ભવન દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુંનું નિવાસ છે. તેને સંગ્રહાલયમાં ફેરવી દેવામાં આવ્યું છે. અહીં ભારતના રાજકારણની મહત્વપૂર્ણ ક્ષણોની ઝલક જોવા મળશે.
આ સંગ્રહાલય પ્રયાગરાજની સંસ્કૃતિ અને ઐતિહાસિક મહત્વને પ્રદર્શિત કરે છે. પ્રાચીન મૂર્તિઓ, ચિત્રકળા અને ઐતિહાસિક ચીજવસ્તુઓનો ભંડાર ઇતિહાસ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે.
ઇટાલના માર્બલ માંથી નિર્મિત આ સ્માસ્ક રાણી વિક્ટોરિયાને સમર્પિત છે. 1906માં નિર્મિત આ ઇમારત ઐતિહાસિક મહલ અને ભવ્ય સુંદરતાના કારણે પ્રખ્યાત છે.
આ પાર્ક ભારતના મહાન શહીદ સ્વંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદને સમર્પિત છે. આ પાર્કમાં અંગ્રેજો સામે લડતા લડતા ચંદ્રશેખર આઝાદ માત્ર 24 વર્ષની વયે શહીદ થયા હતા.
ખુસરો બાગ સુંદર ઐતિહાસિક મકબરો છે. ખુસરો બાગ મુગલ સમ્રાટ જહાંગીરની પુત્રી નિતાર બેગમની કબર છે.