દિવાળી વેકેશનમાં ફરવા માટે ગુજરાતમાં ઘણા પ્રખ્યાત સ્થળો છે. અહી સૌથી વધુ પ્રખ્યાત 10 પ્રવાસન સ્થળ વિશે જાણકારી આપવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતની સૌથી પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે. નર્મદા નદી કિનારે બનેલી કેવડિયા કોલોનીમાં જોવા લાયક ઘણા આકર્ષણો છે.
ગીર વન્ય અભ્યારણમાં પ્રવાસઓ જંગલમાં સિંહ જોવાની મજા માણે છે. ગીર જંગલમાં સિંહ ઉપરાંત હરણ, નીલ ગાય સહિત ઘણા વન્ય પ્રાણીઓ જોવા મળે છે.
દ્વારકાધીશ મંદિર ગુજરાતનું પ્રખ્યાત તીર્થધામ છે. અહીં દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, રુક્મણી મંદિર દર્શનીય છે. ઉપરાંત શિવરાજપુર બીચ પણ જોવાલાયક છે.
સાપુતારા ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન છે. સાપુતારામાં કુદરતી સૌંદર્ય, જંગલો, વન્ય પ્રાણીઓ જોવાની મજા પડશે. ઉપરાંત હાથગઢ કિલ્લો, વાંસદા નેશનલ પાર્ક, ડાંગી સંસ્કૃતિ જોવા માટે નવા નગર, સનસેટ પોઇટ, સાપુતારા તળાવમાં બોટિંગ કરવાની પ્રવાસીઓને મજા પડે છે.
સોમનાથ મંદિર ગુજરાતના દરિયાન કિનારે આવેલું પ્રસિદ્ધ તીર્થધામ છે. ઉંચું શિખરબંધ શિવ મંદિર, ધૂધવતો દરિયો, પ્રભાસ પાટણ, ત્રિવેણી સંગમ જોવા લાખો પ્રવાસીઓ આવે છે.
ગીરનાર પર્વત ગુજરાતનો સૌથી ઉંચો પર્વત અને પવિત્ર તીર્થયાત્રા ધામ છે. ગીરનાર પર્વત પર હાજરો મંદિરો અને ઘણા જૈન દેરાસરો આવેલા છે. ગુરુ શિખર, અંબાજી મંદિર, ભવનાથ મંદિર, દામોદર કુંડ દર્શનીય સ્થળો છે.
અક્ષરધામ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલું પ્રસિદ્ધ મંદિર છે. વિશાળ મંદિર, સુંદર બગીચા અને ફુવારા વચ્ચે પ્રવાસીઓ શાંતિનો અનુભવ કરે છે.
અંબાજી મંદિર ગુજરાત બનાસકાંઠા જિલ્લામાં આવેલું પ્રથમ તીર્થધામ છે. માતા સતીના 51 શક્તિપીઠોમાં અંબાજી મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. માન્યતા મુજબ અહીં માતા સતીનું હૃદય પડ્યું હતું. અહીં અંબાજી મંદિર અને ગબ્બર દર્શન કરવા દર વર્ષે લાખો લોકો આવે છે.
લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં આવેલું છે. જે વડોદરાના ગાયકવાડ રાજ પરિવારનું નિવાસ સ્થાન પણ છે. લક્ષ્મી વિલાસ પેલેસમાં રજવાડા સમયની ઐતિહાસિક ચીજ વસ્તુઓ જોઇ આશ્ચર્યચકિત જશો.
પાવાગઠ વડોદરા નજીક આવેલું પ્રસિદ્ધ તીર્થધામ છે. 51 શક્તિપીઠોમાં સામેલ પાવાગઢ મહાકાળી માતાજીનું પ્રસિદ્ધ મંદિર છે. પાવાગઢ પર ઘણા મંદિરો દર્શનિય છે. નજીકમાં વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ ચાંપાનેર આવેલું છે, જ્યાં મુલાકાતીઓ ઐતિહાસિક ઇમારતો અને અદભુત કોતરણી જોઇ અચરજ પામે છે.