Top 5 Car Care tip in Monsoon :ચોમાસા દરિયાન કારની સંભાળ રાખવી ખુબ જ જરૂરી છે કારણ કે વરસાદમાં કાર લઈને નીકળ્યા હોઈએ ત્યારે રસ્તા વચ્ચે ઊભા રહેવું ન પડે.

Jun 18, 2024, 01:57 PM

Monsoon car care tips : સામાન્ય રીતે ચોમાસા દરમિયાન કારમાં કંઈના કંઈ ખામી સર્જાતી હોય છે જેના કારણે અધવચ્ચે ઊભી થઈ જાય છે અને કારને ધક્કા મારવાની નોબત આવે છે.

નિષ્ણાંતો દ્વાર ચોમાસા દરમિયાન કારની સંભાળ રાખવા માટે 5 બાબતો જણાવવામા આવી છે. જે ચોમાસા દરમિયાન ખુબ જ મહત્વની બની રહેશે.

ટાયર પ્રેશર

કાર લઈને બહાર નીકળતા પહેલા ચાલકે સૌથી પહેલા ટાયરનું પ્રેશર ચોક્કસ તપાશી લેવું જોઈએ. ટાયરનું પ્રેશર હંમેશા જાળવી રાખવું જોઈએ.

ઘસાયેલા ટાયરો

કારના ટાયરના પ્રેશરને ચેક કરવાની સાથે ટાયરના ઘસારા પર હંમેશા ધ્યાન રાખવું જરુરી છે. જરૂર પડે ત્યારે ઘસાયેલા ટાયરને બદલાવી દેવા જોઈએ.

પાણી ભરેલા વિસ્તારમાં જવાનું ટાળો

ચોમાસા દરમિયાન વધારે વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે ત્યારે આવા વિસ્તારોમાં વાહન ચલાવવાનું ટાળવું જોઈએ.

હેડલાઈટનો ઉપયોગ

ભારે વરસાદમાં વિઝિબિલિટી ઓછી થઈ જાય છે ત્યારે વાહન ચલાવતી વખતે હેડલાઈટનો ઉપયોગ કરવો જોના કારણે અકસ્માત થવાથી બચી શકાય છે.

વાઈપર બ્લેડ ચકાશવી

ઉનાળામાં કારની વિન્ડશિલ્ડના વાઈપર બ્લેડ બગડી જતા હોય છે. જેની ચોમાસા દરમિયા સૌથી વધારે જરૂર પડે છે. ચોમાસાની શરુઆતમાં જ વાઈપર બ્લેડ ચેક કરી નવી બદલી દેવી.