શિયાળાની ઠંડીમાં ફરવાની મજા પડે છે. જો કે ઘણા લોકોને વધારે ઠંડી સહન થતી નથી. આથી આવા લોકો ઓછી ઠંડીવાળા સ્થળોએ ફરવાનું પસંદ છે.
કડકડતી ઠંડીમાં ગરમીનો અહેસાસ લેવો હોય તો આ 5 સ્થળે ફરવાનો પ્લાન બનાવી શકાય છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર દક્ષિણ ભારતના આ સ્થળોનો પ્રવાસ યાદગાર બને રહે છે.
ઉંટી પ્રખ્યાત હિલ સ્ટેશન છે. દક્ષિણ ભારતના તમિલનાડું રાજ્યમાં નીલગીરી પર્વતમાળામાં વસેલું ઉંટી પ્રવાસીઓ માટે સ્વર્ગથી જરાય ઓછું નથી. ઉંડીને Queen Of Hill પર કહેવાય છે. કપલ માટે ફેવરિટ હનિમુન ડેસ્ટિનેશન છે. અહીં બોટનિકલ ગાર્ડન, સુઇ રોક વ્યૂ પોઇન્ટ અને રોજ ગાર્ડન જેવા સુંદર સ્થળો પ્રવાસીઓને ખેંચી લાવે છે.
કુર્ગ દક્ષિણ ભારતના કર્ણાટકનું સુંદર હિલ સ્ટેશન છે. કુર્ગને ભારતનું સ્કોટલેન્ડ કહેવાય છે. ચાના બગીચા માટે કુર્ગ પ્રસિદ્ધ છે. અહીં બોરુડે ફોલ્સ, નેશનલ પાર્ક જેવા સુંદર સ્થળો જોઇ પ્રવાસીઓ મંત્રમુગ્ઘ ઇ જાય છે.
મહારાષ્ટ્રનું પ્રખ્યાત હિટ સ્ટેશન મહાબલેશ્વર કપલ માટે બેસ્ટ હનિમુન ડેસ્ટિનેશન છે. શિયાળો હોય કે ઉનાળો અહીંનું વાતાવરણ બારેય મહિના આનંદદાયક હોય છે. ઉંચા પર્વત, વાદળો અને લીલાછમ મેદાન જોઇ પ્રવાસીઓ આનંદત થાય છે. અહીં એલ્ફિંસ્ટન પોઇન્ટ, માજોંરી પોઇન્ટ, ફેસલ રોક, ફોકલેન્ડ પોઇન્ટ, કારનેક પોઇન્ટ અને બોમ્બે પોઇન્ટ સહિત ઘણા જોવાલાયક સ્થળો છે.
વાયનાડ કેરળનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર વાયનાડ શિયાળાની ઠંડીથી દૂર ફરવા માટે પરફેક્ટ ટુરિસ્ટ પ્લેસ છે. વાયનાડમાં એડક્કલ ગુફાઓ, ચેમ્બરા પીક, કુરુવા દ્વીપ અનેકરાપુઝા બાંઘ જેવા પ્રખ્યાત સ્થળો જોવાલાયક છે.
કોડાઈકનાલ તમિલનાડુનું પ્રખ્યાત ફરવા લાયક સ્થળ છે. કોડાઈકનાલમાં પ્રવાસીઓ બેરિઝમ લેક, ગ્રીન વેલી, બિયર શોલા ફોલ્સ, તલૈયાર ફોલ્સ અને બુક્કલ ગુફા જેવા સ્થળો ફરવા લાયક છે.