રાજસ્થાનમાં ફરવા માટે ઘણા પ્રખ્યાત સ્થળો છે. શિયાળાની ઠંડામાં રાજસ્થાન ફરવાની મજા જ કંઇક અલગ હોય છે.
રાજસ્થાન 31 ડિસેમ્બર અને નવા વર્ષ ઉજવણી માટે શ્રેષ્ઠ છે. શિયાળાની ફુલ ગુલાબી ઠંડીમાં મ્યુઝિકની તાલે નવા વર્ષની ઉજવણી યાદગાર બની રહેશે.
માઉન્ટ આબુ રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન છે. અરવલ્લીના પહાડો પર વસેલું માઉન્ટ આબુ ગુજરાતીઓનું મનપસંદ પ્રવાસ સ્થળ છે.
રાજસ્થાનનું ઉદયપુર લેક સિટી તરીકે પ્રખ્યાત છે. સિટી પેલેસ, સહેલી બાગ, પિચોલા તળાવ, સજ્જનગઢ પેલેસ, ફતેહ સાગર તળાવ, સહેલી બાગ, ચેતક ગાર્ડન સહિત ઘણા જોવાલાયક સ્થળ છે.
રાજસ્થાનનું જેસલમેર ગોલ્ડન સિટી કહેવાય છે. રેતાળ પથ્થરોમાંથી નિર્મિત સુંદર મહેલ, હવેલી અને છત્રીઓ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે.
રાજસ્થાનનું પિંકી સિટી જયપુર ફરવા દેશ અને વિદેશમાંથી લાખો પ્રવાસીઓ આવે છે. જયપુરમાં આમેર કિલ્લો, જયગઢ સહિત સ્થળો જોવાલાયક છે.
રાજસ્થાનનું જોધપુર બ્લુ સિટીના નામે ઓળખાય છે. મેહરાનગઢ, ઉમેદભવન પેલેસ, ક્લોક ટાવર સહિત ઘણા જોવાલાયક સ્થળો છે.