Famous Places In Gandhinagar: ગુજરાતના ગાંધીનગરમાં ફરવાના પ્રખ્યાત 7 સ્થળ

Dec 03, 2024, 05:33 PM

ગાંધીનગરમાં ફરવાના 7 સ્થળ

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ફરવા માટે ઘણા પ્રખ્યાત સ્થળો છે. ગાંધીનગરમાં સુંદર બગીચા થી લઇ મંદિર ફરવા માટે ઘણા સ્થળોની મુલાકાત લઇ શકાય છે.

અક્ષરધામ

ગાંઘીનગરનું અક્ષરધામ મંદિર ભગવાન સ્વામી નારાયણને સમર્પિત મંદિર છે. અક્ષરધામ મંદિર આકર્ષક કોતરણી, સુંદર બાગબગીચા અને અદભુત શાંતિનો પ્રવાસીઓ અદભુત અનુભવ કરે છે.

અડાલજ વાવ

અડાલજ વાવ 500 વર્ષ જૂનું ઐતિહાસિક સ્થળ છે. તે સમયે 5 લાખ રૂપિયાના ખર્ચે અડાલજ વાવનું નિર્માણ થયુ હતું. 5 માળની હિંદુ મુસ્લિમ સ્થાપત્યકળાના ઉત્તમ નમૂના સમાન અડાલજ વાવ 50 ફુટ ઉંડી છે.

ઇન્દ્રોડા પાર્ક

ઇન્દ્રોડા પાર્કગાંધીનગરનું પ્રખ્યાત ઉદ્યાન છે. સાબરમતી કિનારે 400 એકર જમીનમાં ફેલાયેલું ઇન્દ્રોડા પાર્કમાં જંગલી પ્રાણીઓ ઉપરાંત 6.6 કરોડ વર્ષ જૂના ડાયનોસોર અને જીવાશ્મ જોઇ મુલાકાતીઓ આશ્ચર્ય પામે છે.

અડાલજ ત્રિમંદિર

અડાલજ ત્રિમંદિર ધાર્મિક સ્થળ છે. 2 માળનું સુંદર ત્રિમંદિર રાત્રે લાઇટના પ્રકાશમાં સુંદર દેખાય છે.

આલોઆ હિલ્સ રિસોર્ટ

આલોઆ હિલ્સ રિસોર્ટ ગાંધીનગરમાં સાબરમતી નદી કિનારે લીલાછમ જંગલ અને ખીણનો અનુભવ કરાવે છે. અહીં ગોલ્ફ કોર્સ, વિપુલત થતી વનસ્પતિ, મોર જેવા સુંદર પક્ષીઓ અને નીલગાય જોઇ મુલાકાતીઓ આશ્ચર્ય પામે છે.

દાંડી કુટીર મ્યુઝિયમ

દાંડી કુટીર મ્યુઝિયમમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન અને ઉપદેશો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અહીં ઓડિયો વિઝ્યુઅલની મદદથી ગાંધીજીના પ્રારંભિક જીવનની ઝલક દેખાડવામાં આવે છે.

મહુડી જૈન મંદિર

મહુડી જૈન મંદિર પ્રખ્યાત તીર્થધામ છે. મહુડી જૈન દેરાસરમાં ઘંટાકર્ણ ભગવાનની સુવર્ણ મૂર્તિના દર્શન થાય છે. ઘંટાકર્ણ ભગવાનને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. કાળી ચૌદશ પર યોજાતા હવન યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે.