લગ્ન બાદ હનીમૂન ખાસ હોય છે. દરેક વ્યક્તિ હનીમૂન યાદગાર રહે તેવું ઇચ્છે છે. વ્યક્તિઓની પસંદ અલગ અલગ હોય છે. એકને હિલ સ્ટેશન તો બીજાને દરિયા કિનારે ફરવું ગમે છે.
અહીં કપલ માટે ભારતના 7 પ્રખ્યાત હનીમૂન ડેસ્ટિનેશન વિશે જાણકારી આપી છે. આ સ્થળો પર હનીમૂન પર જવું દરેક કપલ યાદગાર બની રહે છે.
શિમલા મનાલી હનીમૂન માટે જવું દરેક કપલનું સપનું હોય છે. શિયાળામાં અહીં હિમવર્ષા થાય છે. બરફની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ શિમલા મનાલી પહોંચે છે.
ગોવા સુંદર દરિયા કિનાર અને કુદરતી સૌંદર્ય માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. હાથમાં હાથ નાંખી શાંત દરિયા કિનારે ચાલવું, નારિયેળ પાણી પીવું, બોટિંગ અને નાઇટ લાઇફ ગોવાને બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન બનાવે છે.
સોનમર્ગ ગુલબર્ગ જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત સ્થળો છે. શિયાળામાં હિમ વર્ષા, બફરથી ઢંકાયેલા પર્વત, ફ્લાવર વેલી જોઇ યુગલ અલગ દુનિયામાં હોવાનો અનુભવ કરે છે.
હરિદ્વાર નજીક આવેલું ઋષિકેશ પ્રકૃતિ પ્રેમી અને એન્ડવેન્ચર લેવર માટે શ્રેષ્ઠ સ્થળ છે. ગંગા નદીમાં રિવટ કાફ્ટિંગ કરવાનો અનુભવ રોમાંચક રહે છે.
કેરળનું વાયનાડ બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન છે. ઉંચા પહાડ, તળાવ, ધોધ, હરિયાળી માટે વાયનાડ પ્રખ્યાત છે. વયનાડમાં ચેમ્બ્રા શિખર, નીલિમલા, મીનમુટ્ટી, ચેથલયમ ધોધ, પક્ષીપાતાલમ અને બાનાસુરસાગર ડેમ કેટલાક જોવાલાયક સ્થળો છે.
દાર્જિલિંગ પ્રખ્યાત હિલ સ્ટેશન છે. દાર્જિલિંગમાં ટાઇગર હિલ પર સૂર્યોદય જોવો, ચાના બગીચા, બટાસિયા લૂપ અને વોર મેમોરિયલ, ટ્રોય ટ્રેનમાં મુસાફરી, રોક ક્લાઇમ્બિંગ, પેરાગ્લાઈડિંગની મજા માણી શકાય છે.
આંદામાન નિકોબાર હનીમૂન માટે શ્રેષ્ઠ સ્થળ છે. ચારેય બાજુ દરિયો અને વચ્ચે ફ્લોટિંગ હાઉસમાં નાઇટ સ્ટેનો અનુભવ રોમાંચક રહે છે. અહીં તમે સ્કુબા ડાઇવિંગ, સી વૉકિંગ, પેરાસેલિંગ, કાયાકિંગ, ગેમ ફિશિંગ, સેમી સબમરીન, ગ્લાસ બોટમ બોટ રાઇડ અને નાઇટ ક્રૂઝિંગની મજા માણો શકો છે.