ઉત્તરાયણ પર ફરવા માટે ગુજરાતના પ્રખ્યાત 7 પ્રવાસ સ્થળ

Jan 02, 2025, 04:38 PM

ગુજરતના પ્રખ્યાત પ્રવાસ સ્થળ

ઉત્તરાયણ ગુજરાતમાં બે દિવસ ઉજવાય છે. જેમને પતંગ ઉડાડવાનો શોખ નથી તેઓ ફરવા જાય છે. અહીં ઉત્તરાયણની બે દિવસની રજા દરમિયાન ગુજરાતમાં ફરવા લાયક પ્રખ્યાત 8 સ્થળો વિશે જાણકારી આપી છે.

કચ્છ રણોત્સવ

કચ્છ રણોત્સવ ફરવા માટે ઉત્તરાયણ શ્રેષ્ઠ સમય છે. શિયાળીની ઠંડીમાં સફેદ રણમાં રાતનો નજારો અદભુત હોય છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદી કિનારે સ્થિત પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે. સરદાર વલ્લભભાઈ પટેલની ગગનચુંબી પ્રતિમા, વિશ્વ વન, એકતા નર્સરી, બટકફ્લાય ગાર્ડન, એકતા ઓડિટોરિયમ, રિવર રાફ્ટિંગ, કેક્ટસ ગાર્ડન, ભારત વન, ફેરી સર્વિસીઝ, જંગલ સફારી, એકતા મોલ ફરવાની મજા માણી શકાય છે.

સોમનાથ મંદિર

સોમનાથ મંદિર ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ છે. સોમનાથ મંદિર નજીક ત્રિવેણી સંગમ, ભાલકા તીર્થ સહિત ઘણા ફરવા લાયક સ્થળ છે.

નડાબેટ સીમા દર્શન

નડાબેટ સીમા બનાસકાંઠા જિલ્લાના સુઈગામના પાસે ભારત પાકિસ્તાન ઝીરો પોઇન્ટ બોર્ડર આવેલી છે. આ સ્થળ ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલું છે હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ ખાસ મહત્વ ધરાવે છે. વાઘા બોર્ડર જેમ નડાબેટ સરહદ પર બીએસએફ જવાનો બહાદૂરીપૂર્વક દેશની સરહદની સુરક્ષા કરે છે.

દ્વારકા, નાગેશ્વર મંદિર

દ્વારકામાં દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર મંદિર, શિવરાજપુર બીચ, સહિત જોવાલાયક ઘણા સ્થળો છે.

ગીરનાર પર્વત

ગીરનાર પર્વત ગીરનાર પર્વત ગુજરાતનો સૌથી ઉંચો પહાડ છે. 10000 પગથિયાં ચઢીને સૌથી ગીરનારની સૌથી ઉંચી ટોચ ગુરુ શિખર પર પહોંચાય છે. અહીં અંબાજી મંદિર સુધી જવા માટે રોપ વેની સુવિધા પણ છે. એડવેન્ચર અને ટ્રેકિંગ લવર માટે ગીરનાર બેસ્ટ ઓપ્શન છે.

જુનાગઢ અને ગીર અભ્યારણ

જુનાગઢનો ઉપર કિલ્લો અને ગીર અભ્યારણમાં સિંહ જોવાની પ્રવાસીઓને મજા પડે છે.