Travel Track : બાલી કેમ યન્ગસ્ટર્સમાં આટલું પોલ્યુલર ડેસ્ટિનેશન બની રહ્યું છે? જાણો બાલીની કેટલી અજાણી વાતો

May 09, 2023, 12:16 PM

સાઉથ-ઇસ્ટ એશિયામાં આવેલો એક અદભુત નાનકડો ટાપુ દેશ એટલે ઇન્ડોનેશિયા. આ દેશમાં સુમાત્રા, જાવા, સુલાવેસી અને બોર્નિયો અને ન્યુ ગિનીના ભાગો સહિત 17,000 થી વધુ ટાપુઓનો સમાવેશ થાય છે. એમાનો એક ટાપુ એટલે બાલી,

દર વર્ષે આશરે 3 મિલિયન પ્રવાસીઓ બાલીની  મુલાકાત લે છે. જે  દુનિયાભરમાં યન્ગસ્ટરસ અને કપલ માટે પોપ્યુલર બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન બની રહ્યું છે

બાલી એક એવું સ્થળ છે જે આધ્યાત્મિક અને મનોરંજક બંને છે

તમારી ઉંમર કે રૂચિ ગમે તે હોય, પછી ભલે તમે અન્ય લોકો સાથે કે એકલા મુસાફરી કરો, બાલીમાં તમને માનસિક અને શારીરિક સંતોષ મળશે. 

બાલી દેવોની ભૂમિ (Land of the Gods)  તરીકે પણ ઓળખાય છે

બાલી તેના જ્વાળામુખી અને લીલાછમ ટેરેસવાળા ચોખાના ખેતરોના કુદરતી સૌંદર્ય દ્વારા ટુરીસ્ટને આકર્ષે છે જે શાંતિ અને નિર્મળતાનો અનુભવ કરાવે છે. 

બાલીમાં અતૂટ જટિલ કોતરણીવાળા મંદિરો જોવા મળે છે.