ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગ સહિત દેશભરમાં ઘણા મંદિરો છે. જેમા કેદારનાથ ધામ સૌથી પ્રખ્યાત છે. હિમાલયના દુર્ગમ વિસ્તારોમા પગપાળા ચાલીને ભક્તો કેદારનાથ મંદિરમાં દર્શન કરે છે.
ઉત્તરાખંડના હિમાચલ પર્વતમાં ભગવાન શંકરના પ્રાચીન 5 મંદિર આવેલા છે, જેને પંચ કેદાર કહેવાય છે - જેમા કેદારનાથ, તુંગનાથ, મધ્યમહેશ્વર, રુદ્રનાથ અને કલ્પેશ્વર મંદિર સામેલ છે.
આ 5 કેદાર મંદિરમાં એક ભગવાન શંકરન સૌથી ઉંચું મંદિર છે. જે 12000 ફુટથી વધુ ઉંચાઇ પર આવેલું છે. આ મંદિરે પહોંચવું બહુ કઠિન અને મુશ્કેલ છે.
તુંગનાથ મંદિર 12076 ફુટ ઉંચાઇ પર આવેલું દુનિયાનું સૌથી ઉંચું શિવ મંદિર છે. આ મંદિરનો ઇતિહાસ મહાભારતના પાંડવો સાથે જોડાયેલો છે. માન્યતા મુજબ સંત આદિ શંકરાચાર્ય એ આ મંદિરની શોધ કરી હતી.
ઉત્તરખંડના ચોપટા થી તુંગનાથ મંદિર 3.5 કિમી દૂર, જ્યાં 2 થી 3 કલાક ટ્રેકિંગ કરીને પહોંચી શકાય છે. જો કે મંદિર સુધી પહોંચવાનો માર્ગ અત્યંત મુશ્કેલ છે. કેદારનાથ મંદિરના કપાટ ખુલવાની સાથે સાથે તુંગનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલવામાં આવે છે.
તુંગનાથ મંદિર સુધીના ટ્રેકિંગ માર્ગ પર હિમાલયના બરફાચ્છિત પર્વતો, વાદળો, ઉંડી ખીણનો અદભુત કુદરતી નજારો જોવા મળે છે. યાત્રીઓને અહીં મહાદેવનો સાક્ષાત અનુભવ થાય છે.
તુંગનાથ મંદિર હિમાચલના પર્વતોમાં 12000 ફુટથી ઉંચી ઉંચાઇ પર આવેલું હોવાથી તાપમાન બહુ નીચું હોય છે. તુંગનાથ મંદિર દર્શન માટે મે થી જૂન દરમિયાન તાપમાન 10 થી 20 ડિગ્રી આસપાસ રહે છે. અહીં શિયાળામાં ભારે હિમ વર્ષા થાય છે.
તુંગનાથ મંદિરથી 1.5 કિમી દૂર ચંદ્રશિલા શિખર આવેલું છે. માન્યતા મુજબ ચંદ્રશિલા શિખર પર ભગવાન રામે ધ્યાન ધર્યું હતું.