રાજસ્થાનનું 'રોમેન્ટિક સીટી' એટલે ઉદયપુર! આ શહેર 'સીટી ઓફ લેક'' તરીકે પણ ઓળખાય છે. ભારતના રોયલ રાજ્ય રાજસ્થાન રાજ્યનું તળાવના કિનારે આવેલું નાનું શહેર છે.
સીટી તેના અદભુત સ્થળ, રાજપૂત-યુગના શાહી મહેલો, જૂની હવેલીઓ અને રોયલ હોટલ માટે પ્રખ્યાત છે. આ સીટી લેક પિચોલા પર સ્થિત છે.
આ સીટીનું વાતાવરણ આહલાદક છે. જો તમે પણ વિકેન્ડ પર કોઈ બેસ્ટ જગ્યાએ જવાનો પ્લાન કરી રહ્યા છો તો ઉદયપુરને પસંદ કરી શકો છો. અહીં ઉદયપુરમાં જોવા લાયક સ્થળો વિષે જાણો
ઉદયપુરનું અવશ્ય જોવા જેવું સ્થળ છે. મહારાણા ઉદય સિંહ II દ્વારા 1559 માં બનાવામાં આવેલ રાજસ્થાનના સૌથી મોટા મહેલોમાંથી એક છે. આ મહેલમાં અંદર 11 અલગ મહેલો છે. વિકેન્ડ પર અહીં પ્રવાસીઓની ભીડ જોવા મળે છે.
ગંગૌર ઘાટની મુલાકાત પણ અચૂક લેવા જેવું છે. ઘાટ એ પગથિયાં છે જે પાણી સુધી લઈ જાય છે. લોકો તેનો ઉપયોગ સવારે સ્નાન કરવા માટે કરે છે અને કેટલાક ઘાટનો ઉપયોગ કપડાં ધોવા માટે થાય છે. અહીં સનસેટ વખતે નજારો આહલાદક હોય છે તેથી ફોટોગ્રાફી સારી કરી શકાય છે.
ધ સિટી પેલેસથી ચાલવાના અંતરમાં 400 વર્ષથી વધુ જૂની ઇમારત છે જે 1651માં બનેલું જગદીશ મંદિર છે. તે ભગવાન વિષ્ણુને સમર્પિત પ્રખ્યાત હિન્દુ મંદિર છે.
અહીંનું વાતાવરણ શાંત છે, આરસપહાણનો બાહ્ય ભાગ સુંદર કોતરણીવાળા સ્તંભો સાથે અત્યંત સુશોભિત લાગે છે. મંદિરના ગર્ભગૃહમાં કાળા પથ્થરના એક જ ટુકડામાંથી કોતરવામાં આવેલી ભગવાન વિષ્ણુની ચાર હાથવાળી પ્રતિમા છે. જો કે મંદિરની અંદર ફોટા લેવાની મંજૂરી નથી.